ગુજરાતના પૂર્વ IPS સંજીવ ભટ્ટની અટકાયત, CID કરી રહી છે પૂછપરછ

વકીલની ધરપકડ કરવા ગયેલા પોલીસ કર્મચારીઓની પણ આ મામલે ધરપકડ કરાઈ છે

SANJEEV BHATT



ગુજરાતના પૂર્વ IPS સંજીવ ભટ્ટની 20 વર્ષ જૂના NDPS કેસમાં અટકાયત કરાઈ છે. સંજીવ ભટ્ટે પાલીના એક વકીલ વિરુદ્ધ ખોટો કેસ નોંધ્યો હતો. વકીલની ધરપકડ કરવા ગયેલા પોલીસ કર્મચારીઓની પણ આ મામલે ધરપકડ કરાઈ છે. સીઆઈડી ક્રાઈમ આ મામલે પૂછપરછ કરી રહી છે.

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સીઆઈડી ક્રાઈમ આ કેસમાં પુનઃતપાસ કરી રહી હતી. આ કેસમાં પુરાવા મળ્યા બાદ સીઆઈડી ક્રાઈમે બુધવારે સવારે જ પૂર્વ IPS સંજીવ ભટ્ટ સહિત અન્ય 6 પોલીસ કર્મચારીઓની અટકાયત કરી છે. ઘટના સમયે સંજીવ ભટ્ટ બનાસકાંઠાના એસપી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે સંપત્તિ ખાલી કરવા મામલે પાલીના વકીલનો કેસ તેમની પાસે આવ્યો હતો. સંજીવ ભટ્ટે છ પોલીસ કર્મચારીઓની ટીમને વકીલની ધરપકડ કરવા પાલી મોકલી હતી. વર્ષ 1998માં આ કેસની ખૂબ જ ચર્ચા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા સંજીવ ભટ્ટે પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે મુલાકાત કરીને અનામત તેમજ ખેડૂતોના દેવા માફીની માગને સમર્થન આપ્યું હતું. આ પહેલા 2012માં તેમની પત્ની શ્વેતા ભટ્ટ અમદાવાદની મણિનગર વિધાનસભા બેઠક પરથી ગુજરાતના તત્કાલીન સીએમ અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડી ચૂક્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK