સદ્ભાવના મિશન પછી કાલે અમદાવાદમાં મોદીની મહારૅલી

ગુજરાતનાં રાજ્યાલ ડૉ. કમલાજી દ્વારા લોકાયુક્તની નિમણૂક કરવામાં આવતાં ગુજરાતના રાજકારણમાં મામલો ગરમ બન્યો છે. ગુજરાત બીજેપીએ લોકાયુક્તની નિમણૂક રદ કરવા સહિતના મુદ્દાઓ સાથે ‘અન્યાય હટાવો, ગુજરાત બચાવો’નું એલાન આપીને આવતી કાલે અમદાવાદમાં મહારૅલીનું આયોજન કર્યું છે.

 

 

શૈલેશ નાયક

અમદાવાદ,
અમદાવાદના વસ્ત્રાલમાં યોજાનારી આ રૅલીમાં રાષ્ટ્રીય નેતાઓની આવવાની સંભાવના એકદમ નહીંવત્ જણાઈ રહી છે. ગુજરાત બીજેપીના પ્રવક્તા આઇ. કે. જાડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે રાષ્ટ્રીય નેતાઓ બે દિવસ પહેલાં જ અમદાવાદ આવીને ગયા છે તેમ જ આ પ્રદેશનો પ્રોગ્રામ છે એટલે હજી કોઈ રાષ્ટ્રીય નેતાનો અમદાવાદ આવવાનો પ્રોગ્રામ નક્કી નથી થયો. તેમણે કહ્યું હતું કે ‘ગુજરાતમાં લોકતંત્રની વ્યવસ્થાઓને અવગણીને જે રીતે લોકાયુક્તની રાજભવન દ્વારા કૉન્ગ્રેસના ઇશારે નિયુક્તિ કરવામાં આવી છે. એને રદ કરવા, મહિલાશક્તિને સન્માન અને સત્તામાં ભાગીદાર બનાવતા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા અનામત બિલ મંજૂર કરવા સહિતના મુદ્દા સાથે યોજાનારી આ મહા રૅલીને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ આર. સી. ફળદુ, બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોતમ રૂપાલા સહિતના મહાનુભાવો સંબોધશે.

મહારૅલીની વ્યવસ્થા માટે ૪૦૦ કાર્યકરોની ફોજ

અમદાવાદમાં યોજાનારી મહારૅલી માટે અમદાવાદ બીજેપીના ૪૦૦ કાર્યકરોની ફોજ એને સફળ રીતે પાર પાડવા અને એની વ્યવસ્થા માટે કામે લાગી ગઈ છે. અમદાવાદમાં યોજાનારી આ મહારૅલીને લઈને બાર દિવસ અગાઉ ટાઉન હૉલમાં અમદાવાદના બીજેપીના તમામ કૉર્પોરેટરો, હોદ્દેદારો તેમ જ અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. એમાં મહારૅલી અને એની વ્યવસ્થા કરવા માટેની જાણકારી આપવામાં આવી હતી. આ મહારૅલીમાં બીજેપીના ગુજરાતભરમાંથી અંદાજે બે લાખ કાર્યકરો અને અગ્રણીઓ હાજર રહેશે. ૨૦૦૦ જેટલી લક્ઝરી બસ તેમ જ નાનાં-મોટાં થઈને અંદાજે ૫૦૦૦ જેટલાં વ્હિકલ્સ માટે પાર્કિંગ-વ્યવસ્થા કરવામાં આવશે.

મહેતા જવાબ નહીં આપે

લોકાયુક્ત તરીકે નિમાયેલા જસ્ટિસ આર. એ. મહેતા હાઈ ર્કોટની નોટિસનો જવાબ નહીં આપે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK