વિકાસ સામે રોષ હોઈ શકે, પણ મજાક કેમ ઉડાવાય : નરેન્દ્ર મોદી

પક્ષના કાર્યકરોને સંબોધતાં વડા પ્રધાને કહ્યું કે ગુજરાતમાં કૉન્ગ્રેસે જાતિવાદનાં બીજ રોપવાનો પ્રયત્ન કર્યો હતો

modi amit

ગુજરાતમાં BJPનો વિજય સરકારના સુધારાને જનતાની સ્વીકૃતિ દર્શાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કૉન્ગ્રેસે સત્તાભૂખ સંતોષવા માટે ગુજરાતમાં જાતિવાદનાં બીજ રોપવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીમાં BJPના વડા મથકે પક્ષના કાર્યકરોને સંબોધતાં વડા પ્રધાને ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પક્ષના વિજયને સ્વીકારી ન શકનારા ટીકાકારો અને કૉન્ગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

વિધાનસભાની ચૂંટણી પહેલાં જાતિવાદી આંદોલનોના સાક્ષી બનેલા ગુજરાતમાં સામાજિક ભાઈચારાને ઉત્તેજનની જરૂરિયાત દર્શાવતાં જણાવ્યું હતું કે લોકોએ ભૂતકાળ ભૂલીને સુમેળપૂર્વક બંધુત્વ અપનાવવું જોઈએ.

બીજું શું-શું કહ્યું વડા પ્રધાને?


૨૦૧૪ના મે મહિનામાં BJP સત્તા પર આવ્યા પછી દેશમાં વિકાસનું વાતાવરણ સર્જાયું છે.

મારી નિર્ણય લેનારી સરકાર શુદ્ધ ઇરાદા સાથે સહકારી સમવાયતંત્રને મજબૂત બનાવવા માટે ભારે પરિશ્રમ કરે છે.

આ વખતનો વિજય સામાન્ય નહીં, અસામાન્ય હતો.

હું કેન્દ્ર સરકારમાં ગયો ત્યાર પછી BJPના ગુજરાત એકમના નેતૃત્વના હિંમત અને ઉત્સાહને તોડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર પર બધી દિશાઓમાંથી પ્રહારો કરવામાં આવતા હતા અને ખોટી માહિતીના પ્રસારનું વાવાઝોડું ફેલાવવામાં આવ્યું હતું.

મોરચા પર સામે કૉન્ગ્રેસ ભલે દેખાતી હોય, પરંતુ એ ઉપરાંત અનેક પરિબળો BJP વિરુદ્ધ કામ કરતાં હતાં. એ તમામ પરિબળોનો એક જ ઉદ્દેશ એક વખત BJPને ધરાશાયી કરો હતો.

વિકાસના મુદ્દે લોકોમાં રોષ હોઈ શકે છે, પરંતુ કેટલાક લોકો એ બાબતની મશ્કરી કરે છે.

૩૦ વર્ષ પહેલાં ગુજરાતમાં સર્વત્ર જાતિવાદનું ઝેર ફલાયેલું હતું. ગ્થ્ભ્ની સરકારો અને નેતાઓએ જાતિવાદની બદીને ખતમ કરવા સખત પરિશ્રમ કર્યો છે. કૉન્ગ્રેસે સત્તાભૂખને કારણે ચૂંટણીનાં થોડાં અઠવાડિયાં પહેલાં જાતિવાદનાં બીજ રોપવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગુજરાતની જનતાએ એ પ્રયાસને નકાર્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK