અડવાણીએ સોમનાથદર્શનનો બે દશકા જૂનો નિયમ તોડ્યો શું કામ?

૧૯૯૦થી દર વર્ષે ૨૫ સપ્ટેમ્બરે આ ર્તીથધામનાં દર્શને આવતા બીજેપીના સિનિયર નેતાએ પાવર પૉલિટિક્સથી દૂર રહેવાનો અણસાર આપવાની સાથોસાથ ગુજરાતના મુખ્ય પ્રધાન દ્વારા થઈ રહેલી ઉપેક્ષાનો બદલો લીધો.

 

- રશ્મિન શાહ


રાજકોટ, તા. ૨૪


૨૫મી સપ્ટેમ્બર ૧૯૯૦માં સોમનાથથી અયોધ્યા રથયાત્રા કર્યા પછી લાલકૃષ્ણ અડવાણીએ દર વર્ષે આ તારીખે સોમનાથ મહાદેવનાં દર્શન કરવા આવવાનો વણલખ્યો અને વણતૂટ્યો નિયમ બનાવ્યો હતો, પણ આ નિયમ બે દશકા પછી હવે તૂટી ચૂક્યો છે. આવતી કાલે અડવાણી સોમનાથ દર્શન કરવા આવવાને બદલે દિલ્હીમાં પોતાનું રૂટીન કામ સંભાળશે. અડવાણી નથી આવવાના એ વાતની પુષ્ટિ કરતાં ગુજરાત બીજેપીના પ્રવક્તા વિજય રૂપાણીએ કહ્યું હતું કે અડવાણી બીજાં કામોમાં લાગેલા હોવાથી તે આ વર્ષે નથી આવવાના. તે ક્યા કામમાં વ્યસ્ત છે એનો જવાબ તો અડવાણી જ આપી શકે.


લાલકૃષ્ણ અડવાણીની આ સોમનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને જ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની રેલીનું પ્લાનિંગ કર્યું હતું. ધારણા એવી હતી કે અડવાણી સોમનાથથી પાછા અમદાવાદ આવે અને અમદાવાદમાં રેલીનું સંબોધન કરશે. જોકે હવે એ પણ નહીં થાય. અંદરખાને બીજેપીના સિનિયર નેતાઓનું કહેવું છે કે ઇનડાયરેક્ટલી લાલકૃષ્ણ અડવાણીએ નરેન્દ્ર મોદી પ્રત્યને પોતાની નારાજગી જાહેર કરી દીધી છે અને આ નારાજગીના ભાગરૂપે જ તેમણે પોતાની સોમનાથ ટૂર કૅન્સલ કરી છે.


પાવર પૉલિટિક્સથી દૂર રહો


જાણકારોનું એવું પણ કહેવું છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે લાલકૃષ્ણ અડવાણીને સક્રિય રાજકારણથી દૂર રહેવાની કડક સલાહ આપી છે. આ સલાહ પછી જ નાગપુરમાં લાલકૃષ્ણ અડવાણીએ એવી જાહેરાત કરી હતી કે હવેથી તે પ્રાઇમ મિનિસ્ટરની રેસમાં નથી. આ જાહેરાત પછી લાલકૃષ્ણ અડવાણીના રંગઢંગ બદલી ગયા છે. સોમનાથ અને અમદાવાદ આવવા માટે ગઈ કાલે ગુજરાત બીજેપીના મોટા ભાગના નેતાઓએ ફોન કરી લીધા હતા, પણ અડવાણીએ કોઈ નેતા સાથે ફોન પર વાત પણ સુધ્ધાં નહોતી કરી. ગુજરાત બીજેપીના એક સિનિયર નેતા ‘મિડ-ડે’ને ઑફ ધી રેકૉર્ડ કહ્યું હતું કે “ગઈ કાલે અડવાણી સાથે વાત કરવાની અમે ટ્રાય કરી પણ દરેક વખતે તેમની દીકરીએ જવાબ આપી દીધો હતો. અમને એવો મેસેજ પણ આપવામાં આવ્યો છે કે તે અત્યારે કોઈની સાથે વાત કરવા નથી માગતા.”

 

જવાબ મોડો પણ એક કારણ


અગાઉની ‘સોમનાથથી અયોધ્યા યાત્રા’ને મળેલી સફળતાને ધ્યાન રાખીને લાલકૃષ્ણ અડવાણીની ઇચ્છા હતી કે તે પોતાની રથયાત્રાની શરૂઆત ગુજરાતથી કરે. પોતે ખુદ ગાંધીનગરના સંસદસભ્ય હોવાથી પણ અડવાણી ઇચ્છતા હતા કે હવે પછીની રથયાત્રા ગુજરાતથી જ કરવામાં આવે. અડવાણીએ આ બાબતની વાતચીત મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ કરી હતી, પણ નરેન્દ્ર મોદીએ આ બાબતનો કોઈ જવાબ નહોતો આપ્યો. ત્રણેક વખત કહ્યા પછી પણ નરેન્દ્ર મોદીને ત્યાંથી બરાબર જવાબ આવ્યો નહીં એટલે લાલકૃષ્ણ અડવાણીએ નક્કી કરી લીધું કે હવે પછીની રથયાત્રા ગુજરાતને બદલે બિહારના સારન ગામથી રથયાત્રાનો પ્રારંભ કરવો.

અજમેરની દરગાહનાં દર્શન માટે પાકિસ્તાનીઓને છૂટથી વીઝા આપો

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમોને આકર્ષવા હવે સદ્ભાવના મિશન બાદ નવી હિમાયત કરી છે. મોદીએ કહ્યું છે કે પાકિસ્તાનીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટમૅચ જોવા આવે છે ત્યારે તેમને મર્યાદિત વીઝા આપવામાં આવે છે. આથી તેઓ ઘણી ઇચ્છા છતાં અજમેર-શરીફ ખ્વાજાસાહેબની દરગાહમાં હાજરી આપવા જઈ નથી શકતા. મોદીએ બીજું સૂચન એ કર્યું હતું કે કુંભમેળો જોવા આવનારા મૂળ ભારતીયોને પ્લેન-ટિકિટમાં રાહત આપવી જોઈએ.


બીજેપીએ સ્પષ્ટ કર્યું છે કે રથયાત્રાના પ્રારંભમાં ફક્ત બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર જ હાજર રહેશે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK