ત્યજી દેવામાં આવેલી આ માસૂમ બાળકી પાછળ વડોદરા ઘેલું થયું

રાતોરાત બની ગઈ VIP : એકદમ ક્યુટ અને ગોલુપોલુ લાગતી આ બેબીગર્લને દત્તક લેવા રોજ ૪૦ ફૅમિલી કરી રહી છે ઇન્ક્વાયરી

baby

શૈલેષ નાયક

સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં આવેલા અટલાદરામાં વેરાઈ માતાના મંદિરના ઓટલા પર રવિવારે સવારે ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી એક માસૂમ બાળકી તેના નિર્દોષ હાસ્ય અને માસૂમિયતથી બધા લોકોનાં દિલ જીતીને રાતોરાત VIP બની ગઈ છે. એકદમ ક્યુટ અને ગોલુપોલુ લાગતી આ બેબીગર્લને દત્તક લેવા રોજની ૪૦ ફૅમિલી ઇન્ક્વાયરી કરી રહી છે ત્યારે ત્યજી દેવાયેલી અને હજી તો મમ્મી પણ બોલતાં નથી શીખી એવી આ એક વર્ષની બાળકીની ભલે અત્યારે જનેતા સામે નથી આવતી, પણ નંદ–યશોદા થવા વડોદરાના શિશુગૃહમાં લાઇન લાગી છે.

વડોદરાના અટલાદરામાં આવેલા વેરાઈ માતાજીના મંદિરના ઓટલા પરથી રવિવારે સવારે એક બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. જોતાંવેંત ગમી જાય એવી આ બાળકીને જોઈને સ્થાનિક રહેવાસીઓએ માતાજીનાં દર્શને આવતા દર્શનાર્થીઓની પૂછપરછ કરી જોઈ, આસપાસમાં તપાસ કરી જોઈ; પરંતુ આ માસૂમ બાળકીનાં મમ્મી–પપ્પા મળ્યાં ન હોવાથી સ્થાનિક રહેવાસીઓ તેને પોલીસ-સ્ટેશન લઈ ગયા હતા અને વડોદરાના માંજલપુર પોલીસ-સ્ટેશનમાં જરૂરી કાર્યવાહી હાથ ધરીને તેને નિઝામપુરામાં આવેલા શિશુગૃહમાં સારસંભાળ માટે મોકલી આપી હતી.

બીજી તરફ એકદમ સુંદર લાગતી આ માસૂમ બાળકીના સમાચાર આખા વડોદરામાં વાયુવેગે ફેલાઈ જતાં તેને જોવા માટે ભારે ધસારો થવા લાગ્યો હતો. વડોદરાના મેયર ભરત ડાંગર, વડોદરાના સંસદસભ્ય રંજન ભટ્ટ સહિતના લોકો તેને જોવા આવ્યા હતા અને તેનાં મમ્મી-પપ્પા મળી જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

નિઝામપુરામાં આવેલા શિશુગૃહનાં મૅનેજર જાગૃતિ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એકાદ વર્ષની આ બાળકી ક્યુટ અને ગોલુમોલુ લાગતી હોવાથી તેને દત્તક લેવા માટે રોજની ૪૦ ઇન્ક્વાયરી આવે છે. લોકો તેને જોવા અને દત્તક લેવા માટે અહીં આવી રહ્યા છે.’

આ કેસની તપાસ કરી રહેલા માંજલપુર પોલીસ-સ્ટેશનના ASI પ્રભાત પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે બાળકીનાં મમ્મી-પપ્પાની તપાસ કરી રહ્યા છીએ. અમારા પોલીસ-સ્ટેશનમાં આ બાળકી ચાર-પાંચ કલાક રહી હોવા છતાં રડી નહોતી. તે બહુ જ પ્યારી લાગતી હતી અને હસમુખી હતી. તેણે અમને પણ માયા લગાડી દીધી હતી. આ બાળકીને દત્તક લેવા માટે પોલીસ-સ્ટેશનમાં પણ ચાર-પાંચ કપલ આવ્યાં હતાં. આ ઉપરાંત દર અડધા કલાકે તેની ઇન્ક્વાયરીના ફોન પણ આવતા હતા. જોકે અમે જરૂરી કાર્યવાહી પૂરી કરીને આ બાળકીને શિશુગૃહમાં મોકલી આપી હતી.’

વડોદરાના પોલીસ-કમિશનર મનોજ શશિધરને આ બાળકી માટે એક મહિલા પોલીસ-કૉન્સ્ટેબલને તેની મુલાકાત લઈને તેની હેલ્થનો રિપોર્ટ રોજેરોજ પોલીસ-સ્ટેશનની ડાયરીમાં નોંધ કરવા હુકમ કર્યો છે.

હાલમાં આ બાળકી નિઝામપુરા શિશુગૃહમાં છે. સ્થાનિક લોકોને આ બાળકી એકદમ વહાલી લાગતાં તેનું નામકરણ કરીને પ્રિયાંશી નામ પાડ્યું છે. ભલે આ વહાલી દીકરીનાં મમ્મી-પપ્પા કે વાલી-વારસોની કોઈ મજબૂરી હશે કે પછી કોઈ અન્ય કારણો હશે એટલે તેને ત્યજી દીધી, પણ એકને બદલે અનેક મમ્મી-પપ્પાઓ આજે પ્રિયાંશીને પોતાની દીકરી બનાવીને વહાલ વરસાવવા તેની રાહ જોતાં ઊભાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK