મોદીનો ગુજરાતમાં હુંકાર : ૨૦૨૨ સુધીમાં દરેક ગરીબ પાસે ઘર હશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ કરતાં કહ્યું કે મેક ઇન ઇન્ડિયા સૌથી મોટી બિઝનેસ-બ્રૅન્ડ બનવાની છે

modi

શૈલેષ નાયક

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ગઈ કાલે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શુભારંભ કરાવતાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી ભાષામાં ભલે પધારો કહીને મહેમાનોને મીઠો આવકારો આપીને કહ્યું હતું કે ગુજરાત સરકારને અભિનંદન આપું છું કે FDIને આકર્ષવામાં અગ્રિમતા સિદ્ધ કરી છે.

૧૨ જેટલા દેશોના વડા, વૈશ્વિક ઉદ્યોગગૃહોના ચૅરમૅન અને હજારો બૌદ્ધિકોની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘હવે દેશમાં ગરીબોને પોતાનું ઘર હોવું જોઈએ. ૨૦૨૨ સુધીમાં ભારતના પ્રત્યેક ગરીબ નાગરિકને પોતાનું ઘર હોય એ સપનું લઈને અમે ચાલી રહ્યા છીએ. આ સપનું સાકાર કરવા પ્રત્યેક યોજનાઓના લાભો શહેરોની સાથોસાથ ગામડાંઓમાં પણ સંતુલિત રીતે પહોંચવા જોઈએ.’

મેક ઇન ઇન્ડિયા સૌથી મોટી બિઝનેસ-બ્રૅન્ડ બનશે એવી આશા વ્યક્ત કરીને વડા પ્રધાને કહ્યું હતું કે ‘સમગ્ર દુનિયામાં ભારત મૂડીરોકાણ માટેનું મહત્વનું મથક બની રહે એ દિશામાં તમામ રાજ્યો પ્રશંસનીય પ્રયાસો કરી રહ્યા છે. ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ માટે ભારતનાં રાજ્યો વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થઈ રહી છે.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભ્રષ્ટાચારમુક્ત સ્વચ્છ શાસન એ મારી સરકારનું વિઝન અને મિશન છે. ઈ-ગવર્નન્સ એટલે ઈઝી અને ઇફેક્ટિવ શાસનવ્યવસ્થા. ભારતના મોટા ભાગના લોકો પરિવર્તન ઇચ્છતા હતા. કેન્દ્રએ લીધેલા નિર્ણયોનાં ઉત્સાહજનક પરિણામો મળ્યાં છે અને મારી સરકાર આવા રીફૉર્મ કરવા બદલાવ લાવવા પ્રતિબદ્ધ છે. વૈશ્વિક મંદીના સમયમાં પણ ભારતનું અર્થતંત્ર સ્થિર રહી શક્યું છે. પૉલિસી નિર્ણયો અને પગલાંઓને પ્રજા તરફથી જે હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે એનાથી મારો વિશ્વાસ વધુ દૃઢ થયો છે.’

રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં નંબર વન બની શકે એવી ક્ષમતા પડી છે. સદીઓ સુધી માનવજાતે પ્રકૃતિનું શોષણ કર્યું છે, હવે પોષણ માટે પ્રયત્નો કરવાની જરૂરિયાત પર ભાર મૂકીને વડા પ્રધાને ભારતમાં ૧૭૫ ગીગાવૉટ્સ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવા સમગ્ર વિશ્વને આહ્વાન કર્યું હતું.

પતંગ ઊંચે ઊડવાનું શીખવે છે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો વ્યાપ અને વિસ્તાર પ્રતિ વર્ષ મોટો અને સફળ થતો જાય છે એનો આનંદ વ્યક્ત કર્યો હતો અને ભારતમાં રોકાણ કરવા વિશ્વને આમંત્રણ આપ્યું હતું.

મોદીનો બોલવાનો વારો ૩ કલાકે બપોરે સાડાત્રણ વાગ્યે શરૂ થયેલા સમારંભમાં દેશ-વિદેશના પૉલિટિકલ લીડર તેમ જ કૉપોર્ટટ ગ્રુપના ચૅરમૅનો સહિત ૧૭થી વધુ મહાનુભાવોએ કરેલાં એક પછી એક સંબોધનો વધુપડતાં લાંબા થઈ ગયાં હતાં જેના કારણે એક તબક્કે તો અનાઉન્સરે મહાનુભાવોને માત્ર ત્રણ મિનિટમાં તેમની વાત કરવા જણાવ્યું હતું. મહાનુભાવોનાં ભાષણો લાંબાં ચાલતાં લોકો કંટાળી ગયા હતા. જોકે જ્યારે નરેન્દ્ર મોદીનો વારો આવ્યો ત્યારે સૌકોઈ તેમની બેઠક પરથી ઊભા થઈ ગયા હતા અને તેમને માન આપ્યું હતું.

ફડણવીસની વિશેષ ઉપસ્થિતિ


મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જોકે તેઓ કોઈક કારણોસર અધવચ્ચેથી ઊભા થઈને હૉલની બહાર નીકળી ગયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy