અનોખો સેવાયજ્ઞ

મમ્મી–પપ્પાને ફૉરેનમાં રાખવાની ઇચ્છા અધૂરી રહી ગઈ હોવાથી વૃદ્ધાશ્રમના ૫૦ સિનિયર સિટિઝન્સને સિંગાપોર ને મલેશિયાની ટૂર કરાવવા માટે આફ્રિકાથી અમદાવાદ આવ્યા બિઝનેસમૅન

ીગૈોલ

શૈલેષ નાયક

આફ્રિકાના મોઝૅમ્બિકમાં રહેતા મૂળ પોરબંદરના બિઝનેસમૅન રિઝવાન આડતિયાની પોતાનાં મમ્મી–પપ્પાને ફૉરેનમાં તેમના ઘરે રાખવાની ઇચ્છા અધૂરી રહી જતાં તેમણે તેમના પેરન્ટ્સના આત્માને શાંતિ આપવા માટે એક અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે અને આજના આ આધુનિક શ્રવણ ગુજરાતના જુદા-જુદા વૃદ્ધાશ્રમના ૫૦ સિનિયર સિટિઝન્સને સિંગાપોર અને મલેશિયાની ટૂર કરાવવા છેક આફ્રિકાથી અમદાવાદ આવ્યા છે.

મૂળ પોરબંદરના અને અત્યારે મોઝૅમ્બિકમાં રહેતા બિઝનેસમૅન, મોટિવેશનલ સ્પીકર રિઝવાન નૂરુદ્દીન આડતિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ચાર ભાઈઓ છીએ. ત્રણ ભાઈઓ વિદેશમાં રહીએ છીએ. અમારી એવી ઇચ્છા હતી કે મમ્મી-પપ્પા અહીં ફૉરેનમાં અમારે ત્યાં રહે; પરંતુ પેરન્ટ્સને પોરબંદરમાં ફાવી ગયું હોવાથી અમારે ત્યાં આવતાં-જતાં રહેતાં, પરંતુ તેઓ કાયમ માટે આવી ન શક્યાં. દરમ્યાન મારાં મમ્મી-પપ્પા મૃત્યુ પામ્યાં. બીમારીનાં કારણોસર મારા મમ્મી બે વર્ષ પથારીમાં હતાં એટલે તેમની સેવા કરવાનો મોકો જોઈએ એવો મળ્યો નહીં. મમ્મીના મૃત્યુ પછી કંઈક સેવા કરવાની ઇચ્છા થઈ અને ગયા વર્ષે મુસ્લિમ સમાજની ૫૦ સિનિયર મહિલાઓને સિંગાપોર-મલેશિયા લઈ ગયાં હતાં. એ પછી નક્કી કર્યું કે માત્ર મુસ્લિમ સમાજ જ નહીં પરંતુ બધા સમાજના સિનિયર સિટિઝન્સને ફૉરેન ફેરવીએ. મમ્મી સપ્ટેમ્બર મહિનામાં મૃત્યુ પામ્યાં હોવાથી અમે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ૫૦ સિનિયર સિટિઝન્સને ફૉરેન ફરવા લઈ જવાનું નક્કી કર્યું છે અને એ રીતે હું મારાં મધર-ફાધરના આત્માની શાંતિ માટે સેવા કરવા માગું છું. પોરબંદર પાસે આવેલા રાણાખીરસાણા ગામે જલારામધામ વૃદ્ધાશ્રમમાં થોડા સમય પહેલાં જુદા-જુદા વૃદ્ધાશ્રમના સિનિયર સિટિઝન્સને એકઠા કર્યા હતા અને આનંદોત્સવ ઊજવ્યો હતો ત્યારે જાહેર કર્યું કે અમે તમને ફૉરેન લઈ જઈશું ત્યારે વૃદ્ધો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા અને એ સમયે તેમને જોઈને મારી આંખ ભરાઈ આવી હતી.’

અગામી ૧૦ સપ્ટેમ્બરે ૨૮ લેડીઝ અને બાવીસ જેન્ટ્સ સાથે ૫૦ વૃદ્ધોને અમદાવાદથી સિંગાપોર લઈ જશે. સિંગાપોરમાં ચાર દિવસ ફેરવશે અને ત્યાંથી ક્રૂઝમાં બેસાડીને મલેશિયા લઈ જશે. ત્યાં પણ ત્રણ દિવસ રાખશે. તેમની દેખભાળ માટે વૉલન્ટિયર પણ સાથે રાખવામાં આવશે.

નરેન્દ્ર મોદી તેમને પર્સનલી મળ્યા હતા


દસમામાં ફેલ રિઝવાન આડતિયાને કુરાન સહિતનાં ધાર્મિક પુસ્તકોમાંથી પ્રેરણા મળી અને આફ્રિકા, બંગલા દેશ, ભારત સહિત જુદા-જુદા દેશોમાં રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. ભારતના ઝારખંડમાં મહિલાઓ સ્વનિર્ભર બને એ માટે સૅનિટરી પૅડનો પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે તો ભારત સેવાશ્રમ સાથે ઝારખંડમાં લેપ્રસીના કાર્યક્રમ હાથ ધર્યા છે. આ ઉપરાંત મુંબઈ, અમદાવાદ સહિતનાં સ્થળોએ ડાયાલિસિસ મશીન, શિક્ષણ, આરોગ્ય, મહિલા ઉત્થાન, યુવાનોને રોજગાર સહિતના પોગ્રામ દ્વારા તેમનું ફાઉન્ડેશન સેવાનું કામ કરી રહ્યું છે.

તેમના સેવાકીય કાર્યક્રમો અને પ્રોજેક્ટના સંદર્ભમાં તેઓ ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા એટલું જ નહીં, પરંતુ ૨૦૧૬માં જ્યારે વડા પ્રધાન મોઝૅમ્બિકના પ્રવાસે ગયા હતા ત્યારે રિઝવાન આડતિયા તેમને પર્સનલી મળ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy