ગઢડાના સ્વામીના આગ્રહ છતાં હાર્દિકે પાણી ન પીધું

આમરણ ઉપવાસના સાતમા દિવસે પાટીદાર નેતાનું પાંચ કિલો ચારસો ગ્રામ વજન ઊતરી ગયું, ઍમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી

પોી્ગક

પાટીદારોને અનામત આપવાની અને ખેડૂતોનાં દેવાં માફ કરવાની માગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઊતરેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની આંખો ગઈ કાલે ભીની થઈ ગઈ હતી. ગઢડાના એસ. પી. સ્વામી અને સમર્થકોએ હાર્દિક પટેલને પાણી પીવાનો આગ્રહ કર્યો, પણ આ પાટીદાર યુવા નેતા અડગ રહ્યો હતો. જોકે તે ભાવુક બની ગયો હતો.

ગઈ કાલે હાર્દિક પટેલનું સોલા સિવિલ હૉસ્પિટલના ડૉક્ટર દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. છેલ્લા સાત દિવસમાં હાર્દિકનું પાંચ કિલો ચારસો ગ્રામ વજન ઊતરી ગયું છે. હાર્દિકની તબિયતને ધ્યાનમાં રાખીને ઉપવાસ-છાવણી પાસે પોલીસ ૨૪ કલાક ઍમ્બ્યુલન્સ ઊભી રાખશે.

ગુરુવારથી હાર્દિક પટેલે પાણીનો ત્યાગ કર્યો હતો. ગઈ કાલે તેના ઉપવાસનો સાતમો દિવસ હતો. ગઈ કાલે ગઢડાના એસ. પી. સ્વામી હાર્દિક પટેલને મળવા આવ્યા હતા. ત્યારે તેમણે હાર્દિકની તબિયતના ખબરઅંતર પૂછી હાર પહેરાવી સન્માન કરીને તેને પાણી પીવા માટે આગ્રહ કર્યો હતો. આ સમયે હાર્દિકના સમર્થકોએ પણ તેને પાણી પીવા માટે અપીલ કરી હતી. જોકે હાર્દિક ટસનો મસ થયો નહોતો, પરંતુ તે ભાવુક થઈ ગયો હતો અને આંખો આંસુથી ભરાઈ ગઈ હતી.

ગઈ કાલે હાર્દિક પટેલના સમર્થનમાં કૉન્ગ્રેસ ખૂલીને બહાર આવી હતી. ગુજરાત કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા તથા વિધાનસભ્યો વિક્રમ માડમ, શૈલેશ પરમાર, લલિત વસોયા અને અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલને મળીને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત BJPના ભૂતપૂર્વ વિધાનસભ્ય ડૉ. કનુ કળસરિયા પણ આ યુવા નેતાને મળ્યા હતા અને ટેકો આપ્યો હતો.

બીજી તરફ હાર્દિક પટેલ માટે અમદાવાદના વસ્ત્રાલ, બાવરી ગામ, સુરત, મણુંદ, બગસરા, કેશરગંજ ગામ સહિત ગુજરાતમાં ઠેર-ઠેર રામધૂન યોજીને પાટીદારોએ પ્રતીક ઉપવાસ કર્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK