૧ મિનિટમાં આ ટીનેજર ૨૪ પાણીપૂરી ઝાપટીને વિજેતા બની

અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધાના આયોજકો કહે છે કે ગોલગપ્પાને નૅશનલ લેડીઝ ફૂડ જાહેર કરવા અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરીશું

panipuri1

શૈલેષ નાયક

ગુજરાતમાં એક તરફ પાણીપૂરીની લારીઓ પર તંત્ર દ્વારા રેઇડ પાડવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ગઈ કાલે અમદાવાદમાં પાણીપૂરી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ ઊમટી પડી હતી. બારમામાં અભ્યાસ કરતી આરઝીન ખંભાતા એક મિનિટમાં ૨૪ પાણીપૂરી ઝાપટી ગઈ હતી.

મહિલાઓ દ્વારા ઊભી કરાયેલી ગોલગપ્પા ક્લબ દ્વારા ગઈ કાલે અમદાવાદમાં ગોલગપ્પા ઈટિંગ કૉમ્પિટિશન યોજવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેવા ૪૦૦થી વધુ મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ આવી હતી. જૈન મહિલા માટે અલગ પાણીપૂરી રખાઈ હતી. આયોજકો દ્વારા તમામ સ્પર્ધકોને ફ્રીમાં પાણીપૂરી આપવામાં આવી હતી. દરેક સ્પર્ધકને એક મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. પાણીપૂરીની સ્પર્ધામાં ભાગ લેવા માટે રીતસરનો ધસારો થયો હતો અને એક તબક્કે હૉલના દરવાજા બંધ કરવા પડ્યા હતા. બધા સ્પર્ધકોએ મનભરીને પાણીપૂરી ખાધી હતી. એમાં આરઝીન ખંભાતા એક મિનિટમાં ૨૪ પાણીપૂરી ખાઈ ગઈ હતી.

વિજેતા આરઝીન ખંભાતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સ્પર્ધામાં ભાગ લેતાં પહેલાં મેં બે દિવસ પાણીપૂરી ખાવાની પ્રૅક્ટિસ કરી હતી. મને પાણીપૂરી ખાવાનો બહુ જ શોખ છે.’

સ્પર્ધાના આયોજક રુઝાન ખંભાતા અને ગ્રિષ્મા ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાઓ માટે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું હતું અને આ કાર્યક્રમનું આયોજન કર્યું. અમે ઇચ્છીએ છીએ કે ગોલગપ્પાને નૅશનલ લેડીઝ ફૂડ તરીકે જાહેર કરવું જોઈએ. આ માટે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરીશું.

panipuri

૧ ઑગસ્ટ હવેથી ગોલગપ્પા દિવસ

અમદાવાદની પાણીપૂરી સ્પર્ધાનું ઉદ્ઘાટન પણ બધા મહેમાનોએ પાણીપૂરી ખાઈને કર્યું હતું. એટલું જ નહીં, આ સ્પર્ધામાં હાજર રહેલાં અમદાવાદનાં મહિલા મેયર બિજલ પટેલે ૧ ઑગસ્ટને ગોલગપ્પા દિવસ જાહેર કર્યો હતો. સ્પર્ધકો સિવાયની મહિલાઓને પણ ફ્રીમાં પાણીપૂરી અને કૅન્ડી આપવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK