ગુજરાતમાં નવરાત્રિ વેકેશનના મુદ્દે શરૂ થયું રાજકીય દંગલ

કૉન્ગ્રેસ કહે છે કે નિર્ણય લેતા પહેલાં પેરન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને મૅનેજમેન્ટ સાથે વાત કરવી જોઈતી હતી તો BJP બચાવમાં કહે છે કે કૉન્ગ્રેસ કારણ વગરનો વિવાદ ઊભો કરી રહી છે


શૈલેષ નાયક

ગુજરાત સરકારે આ વર્ષે સ્કૂલો–કૉલેજોમાં નવરાત્રિનું વેકેશન જાહેર કર્યું એ મુદ્દે રાજકીય રમઝટ શરૂ થઈ ગઈ છે. કૉન્ગ્રેસ કહે છે કે નિર્ણય લેતા પહેલાં સરકારે પેરન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને મૅનેજમેન્ટ સાથે સંવાદ કર્યા બાદ નવરાત્રિનો નિર્ણય લેવો જોઈતો હતો તો BJP કહે છે કે નવરાત્રિ વેકેશનનો વિરોધ કરીને કૉન્ગ્રેસ વિવાદ ઊભો કરવાની કોશિશ કરે છે.

ગઈ કાલે રાજકોટમાં પ્રાઇવેટ સ્કૂલોના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડશે એ મુદ્દાને લઈને નવરાત્રિના વેકેશન સામે વિરોધ કરવામાં આવ્યો છે અને ૩૧ જુલાઈ બાદ સ્કૂલનાં મૅનેજમેન્ટ એકઠાં થઈને ગુજરાતના મુખ્ય પ્રધાન તેમ જ શિક્ષણપ્રધાનને આ મુદ્દે ફેરવિચારણા કરવા રજૂઆત કરશે.

ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ગઈ કાલે મીડિયા સમક્ષ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘સ્કૂલના મૅનેજમેન્ટનો વિરોધ બહાર આવી રહ્યો છે. તમામ મોરચે નિષ્ફળ નીવડેલી સરકાર દ્વારા પ્રજાનું ધ્યાન બીજા પાટે લઈ જવાની નીતિને કારણે રાતોરાત કોઈની સાથે કન્સલ્ટેશન કર્યા વગર નવરાત્રિ વેકેશનનો નિર્ણય કરવામાં આવ્યો છે. નિર્ણય લેતા પહેલાં પેરન્ટ્સ, સ્ટુડન્ટ્સ, મૅનેજમેન્ટ સાથે સંવાદ કર્યા બાદ નવરાત્રિનો નિર્ણય કરવો જોઈતો હતો.’

ગુજરાત BJPના પ્રદેશપ્રવક્તા ભરત પંડ્યાએ મીડિયાને કહ્યું હતું કે ‘નવરાત્રિ વેકેશનનો વિરોધ કરીને કૉન્ગ્રેસ વિવાદ ઊભો કરવાની કોશિશ કરે છે. કૉન્ગ્રેસ વિકાસનો વિરોધ કરે, કૉન્ગ્રેસ નર્મદાનો વિરોધ કરે અને હવે કૉન્ગ્રેસ નવરાત્રિનો પણ વિરોધ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK