સેલ્ફી બની અંતિમ યાદ

ટ્રક સાથેની ટક્કર એટલી જોરદાર હતી કે CNG કાર આગમાં લપેટાઈ ગઈ

selfie1

ઉત્સવ વૈદ્ય / રશ્મિન શાહ

કચ્છના રાપર તાલુકાના લાકડિયા ગામે દેવસ્થાનનાં દર્શન કરી CNG ઈકો કારમાં પરત ફરી રહેલા રાજકોટના સોનીપરિવારને મંગળવારે રાત્રે અકસ્માત નડતાં ગમગીની ફેલાઈ ગઈ હતી. રાજકોટ-મોરબી ધોરીમાર્ગ પર ટંકારા નજીક છતર-કાગદડી ગામના પાટિયા નજીક સોનીપરિવારની મારુતિ ઈકો કાર એક ટ્રક સાથે અથડાયા બાદ કારમાં ભયાનક આગ લાગી હતી અને એમાં ડ્રાઇવર સહિત પરિવારના તમામ નવ સભ્યો જીવતાં બળી ગયા હતા.

દુર્ઘટનામાં છ સભ્યોના સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં જ્યારે બાકીના ત્રણ લોકોએ સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો.

ગ્વાલિયરમાં રહેતાં ભાવના રાજેશ કલાડિયા તેમના પતિ સાથે રાજકોટમાં રહેતી તેમની બહેન મીતા રમેશ કલાડિયાને ઘરે આવ્યાં હતાં. સોમવારે સવારે પરિવારના તમામ સભ્યો કાર ભાડે કરીને રાપરના લાકડિયા ગામે અષાઢી પાંચમના તહેવાર નિમિત્તે દર્શન કરવા ગયા હતા. મંગળવારે આ પરિવાર લાકડિયાથી પરત રાજકોટ જતો હતો ત્યારે રાત્રે સાડા આઠ-નવ વાગ્યાના અરસામાં આ ભયાનક કરુણાંતિકા સર્જા‍ઈ હતી. હાઇવે પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોએ સળગતી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને બહાર કાઢવામાં આવે એ પહેલાં કારચાલક સહિત છ લોકો કારમાં જ જીવતાં ભૂંજાઈ ગયા હતા. દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રત ત્રણ લોકોને  રાજકોટની પ્રાઇવેટ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્રણેય ઈજાગ્રસ્તોનાં સારવાર દરમ્યાન મોત નીપજ્યાં હતાં. મરનારાઓ પૈકી બે જણના મૃતદેહ ગ્વાલિયર લઈ જવામાં આવ્યા છે, બાકીના સાત લોકોની અંતિમક્રિયા રાજકોટમાં કરવામાં આવી હતી.

selfie

દુર્ઘટનાનાં પગલે દોઢ કલાક સુધી ધોરીમાર્ગ પર ટ્રાફિક જૅમ સર્જા‍યો હતો.

રાજકોટના દેવપરા વિસ્તારમાં રહેતા કલાડિયાપરિવારના સભ્યો સુરાપુરાનાં દર્શન કરવા રાપર ગયા હતા અને દર્શન પછી તેમણે સાથે નહીં આવેલી એકવીસ વર્ષની દીકરીને મંદિરની બહારથી સેલ્ફી લઈને મોકલ્યો હતો, જે દીકરી માટે અંતિમ યાદ બની ગઈ હતી.

આ જ દીકરીએ ગઈ કાલે પોતાના પરિવારના આ છએ છ સભ્યોના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. દીકરીને એક યુનિવર્સિટીમાં એન્ટ્રન્સ એક્ઝામ આપવાની હોવાથી એની તૈયારી માટે તે સાથે ગઈ નહોતી. મોરબી પહોંચ્યા પછી તેને પપ્પા મહેશભાઈ કલાડિયાએ ફોન કરીને કહ્યું પણ હતું કે ‘તું જમતી નહીં, અમે CNG ભરાવીને ઘરે જ આવીએ છીએ, પછી સાથે જમવા જઈએ.’

પપ્પાની આ વાત પછી દીકરીને સીધા પપ્પાના ઍક્સિડન્ટના જ સમાચાર મળ્યા અને સીધી એ જ ખબર પડી કે ઘરેથી સવારના રવાના થયેલી છએ છ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK