વરસાદની સામે પડ્યા રૂપાણી

ખરાબ વેધર વચ્ચે હેલિકૉપ્ટર ઉતારી લેવું પડ્યું તો મનાઈ વચ્ચે પણ વરસાદી તારાજી જોવા માટે કારમાં બેસીને આગળ વધ્યા

rupani

રશ્મિન શાહ

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૨૩૨ તાલુકામાંથી ૧૨૪ તાલુકામાં ચાર ઇંચથી વીસ ઇંચ જેટલો વરસાદ પડતાં ગુજરાતમાં સીઝનનો કુલ વરસાદ ૩૬.૦૪ ટકા નોંધાઈ ગયો છે. છેલ્લા બે દિવસમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પડતાં ઊના તાલુકામાં મોટા પાયે તારાજી સર્જાઈ, જેનું હવાઈ નિરીક્ષણ કરવા માટે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી નીકળ્યા, પણ અધવચ્ચે જ વાતાવરણ ફરીથી બગડતાં તેમના હેલિકૉપ્ટરને જેતપુરમાં નીચે ઉતારી લેવું પડ્યું હતું અને પાછા જવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પણ વિજય રૂપાણીએ પાછા જવાને બદલે કારમાં જ પોતાનો રિસ્કી પ્રવાસ આગળ વધારવાનું નક્કી કર્યું હતું.

આગળ રસ્તાઓ પર વરસાદને કારણે પારાવાર નુકસાની થઈ હોવાથી તેમના કાફલાએ પણ આગળ નહીં વધવા માટે સૂચના આપી, પણ રૂપાણીએ પોતાની જીદ પકડી રાખી અને તેમણે પ્રવાસ આગળ વધાર્યો. કારમાં આગળ વધેલા મુખ્ય પ્રધાન સાથે નાછૂટકે તેમના અધિકારીઓએ પણ આવવું પડે એમ હોવાથી વિજયભાઈએ જ સામેથી મોટા ભાગના અધિકારીઓને ત્યાં જ વેઇટ કરવાનું કહ્યું અને સિલેક્ટિવ અધિકારી સાથે તે આગળ વધ્યા હતા.

સૌરાષ્ટ્રમાં વરસાદની મારધાડ હજી ચાલુ

ખંભાળિયામાં ૧૩ ઇંચ, માણાવદરમાં ૧૧ ઇંચ વરસાદ; ગુજરાતમાં પૂરમાં ફસાયેલા ૩૪૭૯ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

સૌરાષ્ટ્રના જૂનાગઢ જીલ્લાના ૭ તાલુકાઓમાં ગઈ કાલે રાત્રે ૮ વાગ્યા સુધીમાં અઢી ઇંચથી ૧૧ ઇંચ વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ૧૩ ઇંચ જ્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૧૧ ઇંચ વરસાદ પડ્યો હતો.

ગઈ કાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત થયું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પૂરમાં ફસાયેલા ૩૪૭૯ નાગરિકોને સ્થાનિક વહીવટી તંત્ર અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા જ્યારે ૩૦ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે.

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ૧૧ ઇંચ, મેંદરડા અને વંથલી તાલુકામાં ૬ ઇંચથી વધુ, કેશોદ અને માંગરોળ તાલુકામાં પાંચ ઇંચ, માળિયા તાલુકામાં ૪ ઇંચથી વધુ અને જૂનાગઢ તાલુકામાં અઢી ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બે નૅશનલ હાઇવે, ૧૨ સ્ટેટ હાઇવે સહિત ૨૨૯ રસ્તાઓ બંધ છે.

રાજકોટમાં વરસાદે મચાવ્યો હાહાકાર

ગુજરાતમાં મારધાડ સાથે શરૂ થયેલા વરસાદમાં સૌથી છેલ્લો રાઉન્ડ સોમવારે રાજકોટનો લેવાયો હતો અને રાજકોટમાં માત્ર ચાર કલાકમાં સાડાસાત ઇંચ વરસાદ પડ્યો હતો, જેને લીધે આખા શહેરમાં પાણી ભરાઈ ગયાં હતાં અને ઘૂંટણથી લઈને જૂના રાજકોટમાં છેક કમર સુધી પાણી ભરાઈ ગયાં હતાં. એકધારા પડેલા આ વરસાદની આડઅસર છેક બાર કલાક પછી ગઈ કાલે દેખાઈ હતી અને ગઈ કાલે રાજકોટના ત્રણ વિસ્તારમાં ઘરની દીવાલો પડી ગઈ હતી, જેમાંથી બે ઘરની દીવાલ બંધ ગલીમાં પડતાં કોઈ જાતની જાનમાલની નુકસાની થઈ નહોતી પણ વિજય પ્લૉટ વિસ્તારમાં સાંજના સમયે દીવાલ પડતાં સહેજમાં આઠ લોકોના જીવ બચી ગયા હતા.

બન્યું એવું હતું કે દીવાલ પાસે ગાડી અને ટેમ્પો એમ બે વેહિકલ પાર્ક કરવામાં આવ્યાં અને એમાંથી કુલ આઠ લોકો બહાર આવ્યા અને બહાર આવીને જેવા દીવાલ પાસેથી હટ્યા કે તરત જ દીવાલ એકઝાટકે મોટા ધડાકા સાથે ધારાશયી થઈ ગઈ હતી. દીવાલ એવી રીતે પડી હતી કે કાર અને ટેમ્પો અત્યંત ખરાબ રીતે ચગદાઈ ગયાં હતાં.

સૌરાષ્ટ્ર મેલને જામનગરમાં અટકાવી દેવામાં આવી


રાજકોટ ડિવિઝનના કાનાલૂસ રેલવે-સ્ટેશન પર ભારે વરસાદને કારણે રેલ-ટ્રૅક ધોવાઈ ગયો હતો. રેલ-ટ્રૅક નીચેથી ધરતી ખસી ગઈ હતી અને ટ્રેક લટકી પડ્યો હતો. આ સ્ટેશન પર અન્ય રેલ-ટ્રૅક પર વરસાદી પાણી ફરી વYયાં હતાં. રેલ-ટ્રૅકને થયેલા ભારે નુકસાનને કારણે જામનગર-ઓખા વચ્ચેનો રેલવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોરબંદર-રાજકોટ, મુંબઈ-ઓખા,  ઓખા–પુરી અને ઓખા–રામેશ્વરમ વચ્ચેના રેલવ્યવહારને અસર પડી હતી. ગઈ કાલે મુંબઈથી આવેલી સૌરાષ્ટ્ર મેલને જામનગરમાં જ રોકી દઈ સમાપ્ત કરી દેવામાં આવી હતી. ઓખા–મુંબઈ વચ્ચેની સૌરાષ્ટ્ર મેલને ગઈ કાલે જામનગરથી મુંબઈ ચલાવવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK