દિગમ્બર જૈન મુનિના ચાતુર્માસ પ્રવેશમાં થઈ હાથીની પણ એન્ટ્રી

અમદાવાદમાં અંતર્મના મુનિ ૧૦૮ પ્રસન્નસાગરજી મહારાજની ધર્મસભામાં ભરચક મેદની વચ્ચે ગુરુપૂજન વિધિ માટેનો કળશ લઈને ગજરાજ છેક સ્ટેજ સુધી પહોંચી ગયો

jain

શૈલેષ નાયક

ચાતુર્માસના આ દિવસોમાં ગઈ કાલે અમદાવાદમાં એક અનોખી અને અચરજ પમાડે એવી ઘટના બનવા પામતાં સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અંતર્મના મુનિ ૧૦૮ પ્રસન્નસાગરજી મહારાજની ધર્મસભામાં ભરચક મેદની વચ્ચે ગુરુપૂજન વિધિ માટેનો કળશ લઈને એક ગજરાજ મલપતિ ચાલે સ્ટેજ સુધી પહોંચી ગયો હતો.

દિગમ્બર સમાજના અંતર્મના મુનિશ્રી ૧૦૮ પ્રસન્નસાગરજી મહારાજનો ગઈ કાલે અમદાવાદમાં વાજતેગાજતે ચાતુર્માસ પ્રવેશ થયો હતો. તેમની સાથે સૌમ્યમૂર્તિ પીયૂષસાગરજી મહારાજસાહેબ અને પર્વસાગરજી મહારાજસાહેબ પધાર્યા હતા.ચાતુર્માસ પ્રવેશ બાદ સરદાર પટેલ સેવા સમાજ હૉલ ખાતે મહારાજસાહેબની ધર્મસભા યોજાઈ હતી જેમાં આચાર્ય વિદ્યાસાગરજી મહારાજસાહેબનું ગુરુપૂજન રાખવામાં આવ્યું હતું.

આ દરમ્યાન એક હાથી સભામંડપમાં પ્રવેશ્યો હતો. એના પર શ્રાવક-શ્રાવિકા હાથમાં કળશ રાખીને બેઠાં હતાં. ગુરુપૂજન વિધિ માટેનો કળશ લઈને ગજરાજ સ્ટેજ પાસે આવ્યો હતો. અંદાજે એક હજાર જેટલા ભાવિકોની વચ્ચે થઈને કોઈ પણ જાતની તકલીફ ઊભી કર્યા વગર પોતાની મલપતી ચાલે ચાલતો-ચાલતો આ ગજરાજ પોતાની મસ્તીમાં શાંતિથી સ્ટેજ સુધી પહોંચી ગયો હતો અને મહારાજસાહેબને સૂંઢથી સલામી આપી હતી. હાથી પરથી કળશ નીચે લેવામાં આવ્યો હતો અને હાથી મહારાજસાહેબને નમન કરીને શાંતિથી નીકળી ગયો હતો.

અંતર્મના મુનિશ્રી પ્રસન્નસાગર ચાતુર્માસ સમિતિના મંત્રી પ્રદીપ કોટડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતમાં આ પ્રથમ ઘટના હશે કે જેમાં હાથી સ્ટેજ સુધી પહોંચ્યો હોય. સંતશિરોમણિ આચાર્ય વિદ્યાસાગરજી મહારાજસાહેબની ગુરુપૂજન વિધિ માટે કળશ લાવવામાં આવ્યો હતો.’

મંડપમાં અચાનક આગ લાગી

અંતર્મના મુનિશ્રી ૧૦૮ પ્રસન્નસાગરજી મહારાજના ગઈ કાલે અમદાવાદમાં ચાતુર્માસ પ્રવેશ બાદ સરદાર પટેલ સેવા સમાજ હૉલ ખાતે મહારાજસાહેબની યોજાયેલી ધર્મસભાના મંડપમાં અચાનક આગ લાગી હતી, પણ સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK