દક્ષિણ ગુજરાત પાણી-પાણી વડોદરા થયું વેરવિખેર

ગઈ કાલે સાંજે માત્ર બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં શહેરોના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં તો મેયરની ગાડી પણ ફસાઈ ગઈ

baroda2

રશ્મિન શાહ/શૈલેષ નાયક

શનિવારથી ગુજરાતમાં દાખલ થયેલા મૉન્સૂને આવતાંની સાથે જ પોતાનું ઓરિજિનલ રૂપ દેખાડી દીધું હોય એમ દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં ત્રીસ કલાકમાં ચોવીસ ઇંચ વરસાદ પડ્યો હતો. એને લીધે મુંબઈથી ગુજરાત જતી ટ્રેનોને પણ અસર થઈ હતી અને ટ્રેનો બેથી છ કલાક મોડી પડી હતી. દક્ષિણ ગુજરાતના જ વાપી-વલસાડમાં નવ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે સુરતમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જોકે આ વિસ્તાર કરતાં પણ વડોદરાની હાલત સૌથી વધારે કફોડી થઈ હતી અને ગઈ કાલે સાંજે માત્ર બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં શહેરના અલકાપુરી, રાવપુરા, કારેલીબાગ જેવા મોટા ભાગના પૉશ વિસ્તારોમાં એકથી અઢી ફુટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં.

શહેરમાં અચાનક શરૂ થયેલો વરસાદ જોવા માટે નીકળેલાં મેયર ડૉ. જિગીષા શેઠ પણ વરસાદમાં અટવાઈ ગયાં હતાં. તેમને આપવામાં આવેલી મેયરની ગાડી કારેલીબાગ વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે રસ્તામાં તાજા જ પડેલા ખાડામાં ગાડીનાં આગલાં ટાયર ફસાઈ જતાં મેયરે વરસતા વરસાદ વચ્ચે ગાડી છોડી દેવી પડી હતી અને તેઓ રિક્ષામાં કૉર્પોરેશન પહોંચ્યાં હતાં. ગઈ કાલના વરસાદની તાકાત પણ કંઈક અનોખી જ હતી. એકધારા પડેલા આ સાંબેલાધાર વરસાદને લીધે અનેક જગ્યાએ ખાડા પડ્યા હતા અને ગાડીઓ ફસાઈ ગઈ હતી તો સ્કૂલ-રિક્ષા પણ બગડી જતાં સ્ટુડન્ટ્સે ધક્કા મારીને રિક્ષા આગળ વધારવી પડી હતી.

baroda

દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ગઈ કાલે ધમરોળતાં દક્ષિણ ગુજરાત પાણી-પાણી થઈ ગયું હતું. મુશળધાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે મુશકેલી સર્જાઈ હતી અને જનજીવન પ્રભાવિત થયું હતું. વલસાડમાં ૯ ઇંચ વરસાદ પડતાં આખો વલસાડ પંથક જાણે કે જળમગ્ન થઈ ગયો હતો. એટલું જ નહીં, આજે પણ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન-વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વલસાડમાં ૯ ઇંચ; પારડી, વાપી, ઉમરગામ અને નેત્રંગ તાલુકામાં ૭ ઇંચથી વધુ; માંગરોળ, ઉમરપાડા અને ડોલવણ તાલુકામાં ૬ ઇંચ; વઘઈ અને ચીખલી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. ઉમરગામમાં સવાર-સવારમાં માત્ર એક કલાકમાં જ ધોધમાર ચાર ઇંચ વરસાદ પડયો હતો.

ભારે વરસાદને કારણે ઝઘડિયા–રાજપીપળા વચ્ચે આવેલા રાજપારડી-આબિદા ગામ વચ્ચે એક લ્વ્ બસ નાળા પાસે પાણીમાં ફસાઈ ગઈ હતી. બસમાં પાણી ઘૂસી જતાં જીવ બચાવવા માટે બસમાં બેઠેલા ૨૧ જેટલા મુસાફરો બસની છત પર ચડી ગયા હતા. જોકે સ્થાનિક પોલીસે રેસ્ક્યુ ઑપરેશન કરીને દોરડાની મદદથી તમામ ૨૧ મુસાફરોને બચાવી લીધા હતા.

ગુજરાતના રાહતનિયામક અને અધિક સચિવ મનોજ કોઠારીએ કહ્યું હતું કે ‘આગામી બે દિવસમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ જિલ્લાઓમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાબદું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK