કચ્છમાં ગુમ બે બાળકમાંથી એકની લાશ મળી, લોકોને નરબલિની આશંકા

તેના પગ પર ડામનાં નિશાન જોવા મળ્યાં : બાળકીની હાલત ગંભીર, તેને અમદાવાદની હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી

kutch

ઉત્સવ વૈદ્ય

ભુજ-ભચાઉ વાયા દુધઈ સ્ટેટ હાઇવે પર આવેલા કચ્છની પરંપરાગત અજરખ-બાટિક રંગાટકામના ધામ સમા અજરખપુર ગામમાં ખત્રી પરિવારનાં બે માસૂમ પિતરાઈ  ભાઈ-બહેનનું ભેદી રીતે અપહરણ થયા બાદ ગણતરીના કલાકોમાં જ એકની લાશ મળી આવી છે, જ્યારે બીજી બાળકી ગંભીર અવસ્થામાં હોવાથી તેને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે ઇસ્માઇલ ખત્રી અનવર નામના રંગાટકામના કસબીના પરિવારનાં પિતરાઈ ભાઈ-બહેન બુધવારે સવારે અગિયાર વાગ્યે ગુમ થયાં હતાં. લાંબી શોધખોળ બાદ આખરે જંગલમાં આવેલી પંજોરા પીર નામની એક જગ્યાથી થોડે દૂર ચાર વર્ષના દાનિયલનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે બાળકી રૂબાબા ગંભીર હાલતમાં મૃતદેહથી સો મીટર દૂર પડેલી જોવા મળી હતી. ચાર વર્ષના દાનિયલના પગ પર ડામનાં નિશાન જોવા મળ્યાં હતાં જેથી આ ઘટના પાછળ બાળકનો બલિ દેવાયો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બાળકનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે જામનગર મોકલવામાં આવ્યો છે. ગામમાં ગોઠવાયેલા જુદા-જુદા CCTV કૅમેરાના ફુટેજમાં આધેડ વયની એક મહિલાનું આ કારસ્તાન હોવાનું દેખાય છે.

રમઝાન મહિનો ચાલતો હોવાથી સમગ્ર વિસ્તારમાં બિહાર અને ઉત્તર પ્રદેશથી ફકીરોની ટોળકી ભીખ માગવા આ વિસ્તારમાં આવી છે અને અજરખપુર ઉપરાંત નવી ધાણેટી ગામમાં પણ આવા અજાણ્યા ફકીરો જોવા મળતાં સ્થાનિક લોકોએ જાગૃતિ બતાવતાં તેઓ પોબારા ભણી ગયા હોવાનું પણ ગામલોકોએ જણાવ્યું હતું. જોકે પોલીસે આ ઘટનામાં અત્યારે માત્ર અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK