સાબરમતી આશ્રમમાં ગાંધીબાપુની રૂમને તાળું મારી દેવામાં આવ્યું

સંચાલકનું કહેવું છે કે મુલાકાતીઓ બાપુનાં ગાદી-તકિયા પર બેસી જાય છે અને ચરખા સાથે પણ અડપલાં કરે છે એટલે તેમની કોઈ વસ્તુને નુકસાન ન થાય એ માટે અમે રૂમ બંધ કરી છે

lock

અમદાવાદસ્થિત સાબરમતી આશ્રમમાં ગાંધીબાપુની રૂમની અંદરની ચીજોને મુલાકાતીઓ નુકસાન ન પહોંડાજે એ આશયથી રૂમને તાળું મારી દેવામાં આવ્યું છે.

આશ્રમમાં હૃદયકુંજમાં ગાંધીજી ૧૯૧૮થી ૧૯૩૦ સુધી રહ્યા હતા. અહીં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ ગાંધીજીને મળવા આવતા હતા. આ ગાળામાં મોહનદાસ ગાંધીને લોકોએ મહાત્મા ગાંધી તરીકે ઓળખ્યા હતા. ગાંધીજી દાંડીકૂચ વખતે પ્રતિજ્ઞા લઈને નીકળ્યા હતા કે સ્વરાજ મેળવ્યા વિના આ આશ્રમમાં પાછો નહીં આવું. હૃદયકુંજમાં ઐતિહાસિક નિર્ણયો પણ લેવાતા હતા.

હૃદયકુંજમાં અલગથી ગાંધીખંડ તરીકે ઓળખાતી રૂમને આશ્રમના સત્તાવાળાઓએ તાળું મારતાં આશ્રમની મુલાકાતે આવતા સહેલાણીઓએ બહારથી જ ગાંધીખંડને જોઈને આગળ જવું પડે છે. પહેલાં આ રૂમ ખુલ્લી રાખવામાં આવતી હતી. ગાંધીબાપુના આ ખંડમાં બાપુની ગાદી, ચરખો, નાનું ટેબલ તેમ જ ડેસ્ક સાચવી રાખ્યાં છે. આ રૂમમાં કેટલાક સહેલાણીઓ બાપુની ગાદી, ચરખો, ડેસ્કને દૂરથી જોવાને બદલે ગાદીમાં બેસી જતા હોવાની અને ચરખો ફેરવતા હોવાની જાણ સત્તાવાળાઓને થતાં બાપુની વસ્તુઓને નુકસાન ન થાય એ માટે સુરક્ષાનાં કારણોસર રૂમની બહાર લૉક મારવુ પડ્યું છે.

સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ડિરેક્ટર અતુલ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ છૂટછાટ ન લે, અનઍડ્વાન્ટેજ ન ઉઠાવે અને નુકસાન ન થાય તેથી આમ કરવું પડ્યું છે. લોકો ગાંધીખંડમાં આવેલી લાકડાની રેલિંગ કૂદી અંદર જઈને ગાદીમાં બેસી જાય છે. આશ્રમ બને એટલો ખુલ્લો રાખ્યો છે અને ‘ડૂ નૉટ ટચ’ જેવું રાખ્યું નથી, કેમ કે અહીં આવતી વ્યક્તિને બાપુની ફીલિંગ આવવી જોઈએ; પણ કોઈ ખોટી છૂટછાટ લે અને નુકસાન થાય એવું ન ચલાવી લેવાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK