પાટીદાર ન્યાય મહાપંચાયતમાં હાજર કૉન્ગ્રેસના વિધાનસભ્યોના માથે હાર્દિક પટેલે માછલાં ધોયાં

તેણે ધમકીના સૂરમાં કહ્યું કે તમે પટેલોની વાત નહીં કરો તો તમારા પણ ઝભ્ભા ફાટશે

hardik

શૈલેષ નાયક

ગુજરાતમાં ધ્રાંગધ્રા પાસે મોટી માલવણ ખાતે શનિવારે રાત્રે યોજાયેલી પાટીદાર ન્યાય મહાપંચાયતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાત કૉન્ગ્રેસના પાટીદાર વિધાનસભ્યોનો ઊધડો લીધો હતો એટલું જ નહીં, ગુજરાત વિધાનસભામાં કૉન્ગ્રેસના વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ગેરહાજરી નોંધીને પ્રશ્ન ઉઠાવ્યો હતો.

પાટીદાર સમાજને ન્યાય અપાવવાના મુદ્દા સાથે આયોજિત પાટીદાર ન્યાય મહાપંચાયતમાં હાર્દિક પટેલના આમંત્રણના પગલે મોટી માલવણ ખાતે કૉન્ગ્રેસના ૧૦ જેટલા પાટીદાર વિધાનસભ્યો અને પાટીદારો હાર્દિકને સપોર્ટ કરવા હાજર રહ્યા હતા, પણ તેણે તેના ભાષણમાં કૉન્ગ્રેસના વિધાનસભ્યોનો ઊધડો લીધો હતો. સપોર્ટ આપવા આવેલા કૉન્ગ્રેસના વિધાનસભ્યોને સ્ટેજ પર પણ સ્થાન આપવામાં આવ્યું નહોતું.

કૉન્ગ્રેસના વિધાનસભ્યે BJPના લીડરનાં મમ્મી વિશે અણછાજતી ટિપ્પણી કરી, હોબાળો મચી ગયો 

શનિવારે રાત્રે યોજાયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની સભા વિવાદિત બની હતી. કૉન્ગ્રેસના વિધાનસભ્ય વીરજી ઠુમ્મરે BJPના ગુજરાત પ્રદેશપ્રમુખ જિતુ વાઘાણીનાં મમ્મીના સંદર્ભમાં કરેલી વિવાદાસ્પદ અને અભદ્ર ટિપ્પણીથી ગુજરાતના રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમદાવાદમાં કૉન્ગ્રેસ કાર્યાલય પર હલ્લાબોલ કરીને દેખાવો યોજી BJPએ માફી માગવા સાથે વીરજી ઠુમ્મરને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે.

શનિવારે રાત્રે યોજાયેલી પાટીદાર ન્યાય મહાપંચાયતમાં ઉપસ્થિત રહેલા લાઠી મતવિસ્તારના કૉન્ગ્રેસના વિધાનસભ્ય વીરજી ઠુમ્મર જાહેર સભાને સંબોધતાં એવું વિવાદાસ્પદ બોલ્યા હતા કે મને લાગે છે કે વાઘાણી, તારી મા કદાચ પાટીદાર નહીં હોય.

બીજું શું કહ્યું હાર્દિકે?


આજે ભલે કૉન્ગ્રેસના વિધાનસભ્યો આવ્યા, અમને ગમ્યું. તમે અમારી સાથે આવ્યા છો, પણ આજે ૧૦ વિધાનસભ્યો આવ્યા છે. બાકીના ક્યાં ગયા? ઘરે પતંગ ચગાવે છે? ઘરે લછ્છા વીંટે છે? કૉન્ગ્રેસના પરેશ ધાનાણીએ મંચ પર આવીને વાત કરવાની હતી.

તમે (વિધાનસભ્યો) આ લોકોની (પાટીદારોની) વાત નહીં કરો તો તમારે ઊતરવું પડશે અને તમારા પણ ઝભ્ભા ફાટશે.

આપણે પણ BJPના હતા, BJPમાં સક્રિય હતા. અમે કેશુબાપાની BJPમાં, અટલ બિહારી વાજપેયીની BJPમાં હતા; પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહની BJPમાં ક્યારેય રહેવાના નથી.

આપણે બધાએ ભેગા મળીને લડવાનું છે. ખેડૂત અને અનામતના મુદ્દે આખા ગુજરાતમાં ફરવાનો છું. હું અમિત શાહ સામે લડવા તૈયાર છું, બધી રીતે લડવા તૈયાર છું. તમારા સૌનો પ્રેમ મને મજબૂત બનાવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK