તડકાને લીધે લાગી આગ!

પોલીસને આ કારણ ગળે ઊતરતું નથી : કૃષિ પ્રધાનને કાવતરું દેખાય છે

fire

રશ્મિન શાહ

રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલી શાપર-વેરાવળ ઔદ્યોગિક વસાહતની નૅશનલ કૉટન ઇન્ડસ્ટ્રીઝમાં નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી મગફળીનાં ગોડાઉન સળગતાં અંદાજે ૩.૯૫ કરોડની નુકસાનીનો અંદાજ મૂકવામાં આવે છે. આગ એ સ્તર પર ભયાનક હતી કે એને ઓલવતાં સોળ કલાક લાગ્યા હતા અને રાજકોટ તથા ગોંડલ સહિત જસદણ, ધોરાજી, જેતપુર, જૂનાગઢ જેવાં શહેરોમાંથી પણ ફાયરફાઇટરો દોડાવવામાં આવ્યાં હતાં. નાફેડ દ્વારા રાખવામાં આવેલાં છમાંથી ચાર ગોડાઉનમાં ભરેલી મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી જ્યારે બે ગોડાઉન સહીસલામત બચી ગયાં હતાં.

છેલ્લા પાંચ મહિનામાં આગની આ ત્રીજી ઘટના છે જેમાં મગફળી જ સળગી હોય. આ અગાઉ ગોંડલ અને ગાંધીધામમાં પણ મગફળી ભરેલાં ગોડાઉનમાં આગ લાગી હતી અને જંગી નુકસાન થયું હતું. નાફેડના જ ગોડાઉનમાં આગ લાગતી હોવાથી સ્વાભાવિક રીતે આ આગને શંકાસ્પદ રીતે જોવામાં આવે છે. રવિવારે રાતે લાગેલી આગ માટે પ્રાથમિક કારણ એવું દર્શાવવામાં આવ્યું છે કે કાળઝાળ ઉનાળાને લીધે મગફળીનાં ફોતરાં સળગ્યાં હશે અને એ પછી એ આગે ધીમે-ધીમે વિકરાળ રૂપ લીધું હોઈ શકે. જોકે આ કારણને માનવા રાજકોટ પોલીસ તૈયાર નથી એટલે ગોડાઉનના વૉચમૅન અને એના માલિકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આગ લાગી એ સમયે વૉચમૅન સ્થળ પર હાજર ન હોવાથી તેની સામે પગલાં લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાતના કૃષિપ્રધાન આર. સી. ફળદુએ આગની આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે આવી ઘટના વારંવાર બની રહી હોવાથી રાજ્યની BJP સરકારને બદનામ કરવાનું આ કદાચ કાવતરું હોઈ શકે છે.

fire1

ઇલેક્ટ્રિસિટી કનેકશન જ નહીં

પ્રસ્તુત ગોડાઉનમાં માત્ર માલ જ ભરવાનો હોવાથી એમાં આગ ન લાગે એવા હેતુથી ઇલેક્ટ્રિસિટી લેવામાં નહોતી આવી એટલે શૉર્ટ સર્કિટનો પ્રશ્ન જ ઊભો નથી થતો. આ ઉપરાંત ઘટનાસ્થળે પહોંચેલી મીડિયાની ટીમ અને ગવર્નમેન્ટ ઑફિસરોનું કહેવું છે કે આગમાં અડધી સળગી ગયેલી બોરીને ચેક કરતાં એમાં મગફળી નહીં પણ લાકડાનો છોલ અને માટી ભયાર઼્ હતાં. જો વાત સાચી હોય તો આ આગ જાણીજોઈને ઇરાદાપૂર્વક લગાડવામાં આવી હોવાનું પુરવાર થાય છે. રાજકોટ પોલીસ-ડિપાર્ટમેન્ટ અને કલેક્ટર ડિપાર્ટમેન્ટે આગની આ ઘટનાની ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

આ અગાઉ ગોંડલમાં આગ લાગી ત્યારે એ આગમાં ૨૮ કરોડની મગફળી સળગી ગઈ હતી, જેના માટે વેલ્ડિંગ દરમ્યાન થયેલા શૉર્ટ સર્કિટને કારણભૂત ગણાવવામાં આવ્યું હતું તો ગાંધીધામમાં ૧૮૨૫ બોરી ભરેલા ગોડાઉનમાં પણ આ જ કારણસર આગ લાગી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK