પહેલાં સિંહ જોયા રસ્તા પર, હવે ગીરના રસ્તાઓ પર મગર પણ આંટા મારે છે

નદીઓ સુકાતાં આવી પરિસ્થિતિ ઊભી થયાનો ફૉરેસ્ટ ઑફિસરોનો દાવો : છેલ્લા એક અઠવાડિયામાં આઠથી વધુ મગર સાસણમાંથી પસાર થતા હાઇવે પર જોવા મળ્યા

crocodile

રશ્મિન શાહ

પાણીની અછત અને ગરમીની ચરમસીમા વચ્ચે ગુજરાતમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે એવું નથી, પ્રાણીઓની પણ એવી જ હાલત છે. ગીરમાં તો હાલત એ સ્તરે પહોંચી ગઈ છે કે પાણી વિના ટળવળતા સિંહ અને દીપડા છેક વસાહત સુધી આવવાના શરૂ થઈ ગયા છે. સિંહોની વધી રહેલી વસ્તી વચ્ચે એ તો અનેક વખત શહેરમાં કે હાઇવે પર જોવા મળી જાય છે, પણ હવે પાણીની અછત અને સુકાઈ ગયેલી નદીઓને કારણે મગર પણ બહાર આવવા માંડ્યા છે. હંમેશાં પાણીમાં રહેતા મગર સાસણમાંથી પસાર થતા હાઇવે પર જોવા મળ્યા હોય એવી ઘટના છેલ્લા એક અઠવાડિયામાં આઠથી વધુ વખત બની છે. શનિવારે મોડી રાતે પણ એવું જ બન્યું હતું અને હાઇવે પર મગર જોવા મળ્યો હતો. રસ્તો રોકીને બેસી ગયેલો મગર અડધા કલાક પછી સાઇડ પર જતાં રસ્તો પસાર કરી રહેલા લોકો આગળ વધી શક્યા હતા.

ગીરમાં રહેતા લોકોને સિંહ રસ્તા પર હોય તો બીક નથી લાગતી, પણ હાઇવે પર આવી ગયેલા મગરની બીક વધારે લાગે છે. રસ્તા પર આવી ગયેલા મગર રસ્તાના રંગ સાથે મર્જ થઈ જતા હોવાથી સામાન્ય રીતે એના પર કોઈનું ધ્યાન નથી પડતું એટલે મગર હુમલો કરે એવી બીક એકધારી રહે છે. જોકે ફૉરેસ્ટ ઑફિસરોનું માનવું છે કે ગીરનાં નદી-તળાવ સુકાઈ ગયાં હોવાથી આવું બન્યું છે, જે એકાદ મહિનામાં ચોમાસું બેસી જતાં આ મગરો દેખાવાના બંધ થઈ જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK