ફેસબુકની દલિતવિરોધી પોસ્ટને કારણે કચ્છમાં સર્જાઈ અશાંતિ

ગાંધીધામ, માંડવી સહિત અને ઠેકાણે પોલીસ દોડતી થઈ

dalits

મહેશ્વરી મેઘવાળ સમાજના ઇક્ટદેવ ધણી માતંગદેવ, મતિયાદેવ અને બાબાસાહેબ આંબેડકર વિશે ફેસબુક પર આપત્તિજનક ટિપ્પણીઓને પગલે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં ગઈ કાલે સાંજે દલિત સમાજ રસ્તા પર ઊતરી આવ્યો હતો.

દલિત યુવકોએ શહેરના ઑસ્લો સર્કલ પાસે ટાયર સળગાવીને ચક્કાજામ કરતાં પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું. આરોપીને તાત્કાલિક પકડી પાડવાની માગણી પર અડગ રહેલા દલિત સમાજને સમજાવવા ખુદ જિલ્લા પોલીસવડાં અને વિધાનસભ્ય માલતી મહેશ્વરી ઑસ્લો સર્કલ ધસી ગયાં હતાં.

ઉશ્કેરાટમાં આવી ગયેલા યુવકોએ ઑસ્લો સર્કલ પાસે પથ્થરમારો શરૂ કરતાં પોલીસતંત્રએ બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. પોલીસ-સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પથ્થરમારાની ઘટનામાં ચાર પોલીસોને નાની-મોટી ઈજા થઈ હતી. અમુક જીપ અને વાહનોના કાચ તૂટ્યા હતા. પોલીસે લાઠીચાર્જ અને ટિયર ગૅસના દસેક શેલ છોડીને ટોળાને વિખેરી નાખ્યું હતું.

બંદરીય શહેર માંડવીના દલિત સમાજમાં પણ ફેસબુક પર પોતાના ઇક્ટદેવ વિશે અપમાનજનક ટિપણીઓ સંદર્ભે આક્રોશ ફેલાયો છે. દલિત સમાજે માંડવી-નલિયા ધોરીમાર્ગ પર ચક્કાજામ કર્યું હતું. જોકે પોલીસે સ્થળ પર ધસી જઈને ગણતરીની મિનિટોમાં સમજાવટપૂવર્ક  ટોળાને વિખેરી નાખ્યું હતું. માંડવી તાલુકાના લાયજા, ગોધરા, મેરાઉ, ભારાપર, મસ્કાના વિવિધ દલિત આગેવાનો પોલીસમથકે ઊમટી આવ્યા હતા. નખત્રાણાના તેરા નજીક દલિત સમાજે ચક્કાજામ કર્યા બાદ ગઈ કાલે સવારે ભુજમાં જ્યુબિલી સર્કલ ખાતે ચક્કાજામ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો જે દર્શાવે છે કે આરોપી તેની પોસ્ટ બાદ સર્જા‍યેલા ઘટનાક્રમથી વાકેફ છે.

ફેસબુક-અકાઉન્ટ ડિલીટ થઈ ગયું

રૉયલ સરકાર નામના ફેસબુક-અકાઉન્ટ પરથી અભદ્ર કમેન્ટ અને ચૅટ કરનારા આરોપી સામે ગાંધીધામ પોલીસે ફરિયાદ નોંધી છે.

તંગદિલી સર્જા‍યા બાદ આરોપીએ તેનું ફેસબુક-અકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે.

આરોપીએ ફેસબુક-મેસેન્જર પર કરેલો ભાષાપ્રયોગ જોતાં આરોપી કચ્છનો વતની હોવાનું પોલીસ માની રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK