ગુજરાતમાં એક મહિનામાં આશરે ૧૩,૦૦૦ તળાવો, જળાશયો અને ચેક-ડૅમોને ઊંડાં કરવામાં આવશે

ગુજરાત સ્થાપના દિને રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો મુખ્ય પ્રધાનના હસ્તે પ્રારંભ

rupani

શૈલેષ નાયક

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઈ કાલે અઠ્ઠાવનમા ગુજરાત સ્થાપના દિવસે અંકલેશ્વર તાલુકાના કોસમડી ખાતે તળાવ ઊંડું કરવા માટે જાતે જ શ્રમદાન કરીને રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળસંચયનો પ્રારંભ કરાવીને ટકોર કરતાં કહ્યું હતું કે ‘પાણી જ વિકાસનો આધાર છે, જો પાણી નહીં હોય તો વિકાસને ઘણી અડચણો આવશે. પાણી એ પ્રભુનો પ્રસાદ છે. આપણે બધા સાથે મળીને એક મહિનો શ્રમદાન કરીએ અને પાણીનો સંચય કરીએ. સુજલામ સુફલામ જળસંચય અભિયાનથી ગુજરાત પાણીના દુકાળને ભૂતકાળ બનાવશે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ગુજરાતને વિકાસની રાહ પર લાવવાનું ભગીરથ કાર્ય કરનાર મહાનુભાવો સહિત મહાગુજરાતની ચળવળના લડવૈયાઓ એવા

નામી-અનામી અસંખ્ય લોકોએ ગુજરાતને અગ્રેસર કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે. આજે સદ્ભાગ્ય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે, જેઓ ગુજરાતના ૧૩ વર્ષ મુખ્ય પ્રધાન રહ્યા. તેમનું વિઝન–ચિંતન, પુરુષાર્થથી આજે ગુજરાત નંબર વન રોલ-મૉડલ બન્યું છે.’

વિજય રૂપાણીએ વરસાદી પાણીના સંગ્રહ સાથે જ વરસાદ આવે પછી મોટા પાયે વૃક્ષો વાવવા અને જળ અભિયાન દરમ્યાન નદીઓના કાંઠાની સફાઈ કરી, નદીઓને પુનર્જીવિત કરવા અનુરોધ કર્યો હતો.

રાજ્યના નાગરિકોને જળસંચય અભિયાનમાં જોડીને અંદાજે ૧૧,૦૦૦ લાખ ઘનફુટ વરસાદી પાણીના સંગ્રહના સંકલ્પ સાથે ગઈ કાલથી ગુજરાતમાં એક મહિનાના જળ અભિયાનનો પ્રારંભ થયો હતો. આ દરમ્યાન ગુજરાતમાં અંદાજે ૧૩ હજાર જેટલાં તïળાવો, ચેક-ડૅમ, જળાશયો ઊંડાં કરવામાં આવશે. આ કામગીરી માટે અંદાજે ૪૦૦૦થી વધુ મશીનો તેમ જ ૮૦૦૦થી વધુ ટ્રૅક્ટર–ડમ્પરનો ઉપયોગ થશે. અભિયાન દરમ્યાન ગુજરાતના ૩૦ જિલ્લાઓની અંદાજે ૩૪૦ કિલોમીટરની ૩૨ નદીઓ–કોતરોને પુનર્જીવિત કરવામાં આવશે, ૫૪૦૦ કિલોમીટર લંબાઈની નહેરોની સાફસફાઈ અને ૫૮૦ કિલોમીટર લંબાઈના કાંસની સફાઈ હાથ ધરવામાં આïવશે.

બીજી તરફ વિજય રૂપાણીએ ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ખાતે કબીરવડ વિકાસ પરિયોજના હેઠળ સમાવિષ્ટ કબીરવડ, મંગલેશ્વર, અંગારેશ્વર અને શુક્લતીર્થ ઘાટના વિકાસ માટે ૪૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વિજય રૂપાણી ગ્રામજનો સાથે નર્મદાના તટની સફાઈ કરી અભિયાનમાં જોડાયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK