આ ટ્રાફિક-જૅમ કૃત્રિમ છે

ટ્રાફિકના નિયમિત પ્રશ્નને સૉલ્વ કરવા સુરતની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસથી છેક સરદાર બ્રિજ સુધીના સાડાત્રણ કિલોમીટર સુધી જાણીજોઈને ટ્રાફિક-જૅમ કરવામાં આવ્યો અને એના નિવારણ માટે શું કરવું એનો સર્વે કરવામાં આવ્યો: સર્વે અધૂરો રહેતાં આજે અને કાલે પણ આ જ રીતે ટ્રાફિક-જૅમ કરવામાં આવશે

traffic

રશ્મિન શાહ

સુરતમાં વારંવાર થતા ટ્રાફિક-જૅમના પ્રશ્નના કાયમી ઉકેલ માટે કૉર્પોરેશન દ્વારા ગઈ કાલે સુરતના સાડાત્રણ કિલોમીટરના રસ્તા પર કૃત્રિમ રીતે ટ્રાફિક-જૅમ કરવામાં આવ્યો હતો. દેશમાં પહેલી વખત એવું બન્યું છે જેમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે કૃત્રિમ રીતે ટ્રાફિક ઊભો કરવામાં આવ્યો હોય.

સુરતની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસથી છેક સરદાર બ્રિજ સુધીના વિસ્તાર પર બૅરિકેડ્સ મૂકીને ઊભા કરવામાં આવેલા ટ્રાફિકને લીધે સાડાત્રણ કલાકનો જમ્બો બ્લૉકેજ સર્જાયો હતો અને લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. આ ટ્રાફિક ઊભો કરીને કૉર્પોરેશન દ્વારા એ સર્વે શરૂ કરવામાં આવ્યો કે ટ્રાફિક નિવારવા માટે શું કરવું. આ સર્વે પછી ક્યાંથી ટ્રાફિક-સિગ્નલો હટાવવાં, ક્યાં ટ્રાફિક-પૉઇન્ટ્સ મોટા કરવા અને ક્યાંથી બસની લાઇનની વચ્ચેથી ડાઇવર્ઝન આપીને ટ્રાફિકને વાળવો એ નક્કી કરવામાં આવશે.

આ સર્વે હજી પણ ચાલી રહ્યો હોવાથી આજે અને આવતી કાલે પણ આ વિસ્તારમાં ટ્રાફિક-જૅમ થાય એ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે અને બૅરિકેડ્સ પણ અકબંધ રાખવામાં આવ્યાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK