અંબાજીના ગબ્બર પરથી આજે અને આવતી કાલે મધમાખી અને ભમરા ઉડાડવામાં આવશે

સ્પેશ્યલ ટીમ કરશે કાર્યવાહી, ધૂપથી એરિયાને સલામત બનાવાશે

gabbar


શૈલેષ નાયક

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીના ગબ્બર પરથી આજે અને કાલે ભમરા અને મધમાખી ઉડાડવામાં આવશે. ગરમીને કારણે ગબ્બર પર મધમાખી અને ભમરા ઊડતાં હોવાથી ગબ્બર પર દર્શન કરવા જતા યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાતાં હોવાથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્પેશ્યલ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.

અંબાજીમાં મૂળ શક્તિપીઠ ગબ્બર આસપાસ જંગલ વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં ભમરાઓ અને મધમાખીઓ ઉનાળાની ગરમીમાં ઊડે છે. યાત્રીઓની આ તકલીફ દૂર કરવા માટે ગબ્બર પર આજે અને આવતી કાલે ભમરા ઉડાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. એથી યાત્રીઓ માટે બે દિવસ ગબ્બર પર દર્શન બંધ રહેશે અને શુક્રવારથી દર્શન શરૂ થશે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉનાળામાં ગરમીને કારણે ગબ્બર પર પથ્થરો ગરમ થતા હોય છે જેના કારણે ભમરા અને મધમાખી બહાર નીકળતાં હોય છે અને યાત્રીઓને ડંખવાના બનાવો પણ બને છે. એટલે મધમાખી અને ભમરા ઉડાડતા સ્થાનિક સ્પેશ્યલિસ્ટોની મદદથી ગબ્બર પર્વત પરથી ભમરા અને મધપૂડા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આïશે. પાંચથી છ માણસોની ટીમ ગબ્બર પર ફરીને સર્વે કરી ધૂપ તેમ જ ધુમાડો કરીને ભમરા અને મધમાખીઓને ઉડાડશે. જોકે આ કામગીરી દરમ્યાન ભમરા કે મધમાખી મરી ન જાય એનું ધ્યાન રાખવામાં આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK