ભરતકામ કરતી ગુજરાતની સ્ત્રીઓ માટે શાહરુખ ખાને એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર આપ્યો વૉઇસ-ઓવર

સેવા સંસ્થાએ બનાવેલી મહિલાઓ માટેની હંસિબાની પ્રોડક્ટ્સની ફિલ્મ કિંગ ખાને તેના ફેસબુક-પેજ પર લૉન્ચ કરી જેને ૫.૭ મિલ્યનથી વધુ વ્યુઝ મળ્યા

SRK

શૈલેષ નાયક

Handmade love from beautiful women.


બારીકાઈ સાથે આપસૂઝથી અવનવી ડિઝાઇનથી ભરતકામ-એમ્બ્રૉઇડરીનું કામ કરતી ગુજરાતની સામાન્ય વર્ગની હજારો મહિલાઓ માટે બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાને આ શબ્દો તેના ફેસબુક-પેજ પર લખ્યા છે એટલુ જ નહીં, આ મહિલાઓની પ્રોડક્ટ્સની શૉર્ટ ફિલ્મ માટે એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર ફ્રીમાં વૉઇસ-ઓવર આપી ફિલ્મ લૉન્ચ કરીને શાહરુખ ખાને આ મહિલાઓની સ્કિલની સરાહના કરી છે.

ગુજરાતમાં સેવા નામની સંસ્થાના નેજા હેઠળ હંસિબા નામ હેઠળ રાધનપુર, પાટણ, કચ્છ સહિતના જિલ્લાઓમાં ગ્રામ્યવિસ્તારોમાં રહેતી મહિલાઓ તેમની કારીગરીથી કુર્તી, શાલ, સાડી, ઓશીકાનાં કવર, મહિલાઓ માટેની બેગ, વૉલ-પીસ સહિતની ૨૫૦ જેટલી વરાઇટી બનાવે છે. આ વરાઇટીઓને વૈશ્વિક ફલક પર મૂકવા માટે તેમ જ આ બહેનોની પ્રોડક્ટ્સ ખરીદો એમ નહીં, પરંતુ આ બહેનો પાસે અદ્ભુત કળા છે અને તેમની પ્રોડક્ટ્સ માટે તેઓ ગર્વ અનુભવે છે એ માટે થઈને એક ફિલ્મ બનાવી હતી. દરમ્યાન આ ફિલ્મ માટે શાહરુખ ખાનનો વૉઇસ-ઓવર લેવા માટે પ્રયાસ હાથ ધરાયો હતો.

શાહરુખ ખાન તેની ‘રઈસ’ ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવ્યો હતો ત્યારે તેણે આ મહિલાઓની કલાકારીગરીને રૂબરૂ નિહાળી હતી. એટલે જ્યારે શાહરુખ ખાન સમક્ષ આ બહેનોની ફિલ્મ માટે વૉઇસ-ઓવર આપવાની વાત આવી ત્યારે તેણે સહર્ષ એ સ્વીકારી લીધી હતી. ૧૧ ફેબ્રુઆરીએ શાહરુખ ખાને તેના ફેસબુક-પેજ પર હંસિબાની ફિલ્મ લૉન્ચ કરી હતી અને આ બહેનોની કારીગરી વિશે પોતાનું મંતવ્ય જણાવીને વુમન એમ્પાવરમેન્ટમાં પોતે કંઈક યોગદાન આપ્યું હોવાનો સંતોષ વ્યક્ત કરીને પોતાની જાતને લકી માની હતી કે આવો મોકો તેને મળ્યો.

ઉલ્લેખનીય બાબત એ બની કે સેવા સંસ્થા દ્વારા બહેનો માટેની હંસિબાની પ્રોડક્ટ્સની સવાચાર મિનિટની ફિલ્મ શાહરુખ ખાને તેના ફેસબુક-પેજ પર લૉન્ચ કર્યા બાદ એને ૫.૭ મિલ્યનથી વધુ વ્યુઝ મળ્યા છે.

સેવાના ડિરેક્ટર રીમા નાણાવટીએ  ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હા, શાહરુખ ખાને ફી લીધા વગર ફિલ્મમાં વૉઇસ-ઓવર આપ્યો હતો. તેણે તેના ફેસબુક-પેજ અને ટ્વિટર અકાઉન્ટ પર આ ફિલ્મ લૉન્ચ કરી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK