ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

BJP અને કૉન્ગ્રેસ વચ્ચે સમજૂતી થતાં બન્ને પક્ષોના એક-એક ઉમેદવારે ફૉર્મ પાછું ખેંચ્યું

શૈલેષ નાયક

અનેક ચડાવ-ઉતાર સાથે હાઈ-વૉલ્ટેજ ડ્રામા સરજ્યા બાદ ગુજરાતમાં રાજ્યસભાના ચાર સભ્યોની ચૂંટણી બિનહરીફ થઈ છે. ગઈ કાલે BJP અને કૉન્ગ્રેસ વચ્ચે સમજૂતી થતાં બન્ને પક્ષોના એક-એક ઉમેદવારે ફૉર્મ પાછું ખેંચ્યું હતું. એને પગલે BJPના પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તેમ જ કૉન્ગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક માટે રાજ્યસભાના સંસદસભ્ય બનવાનો માર્ગ મોકળો બન્યો હતો.

ગુજરાતમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના ચાર સભ્યોની મુદત બીજી એપ્રિલે પૂરી થાય છે ત્યારે આ ખાલી પડનારી ચાર બેઠકો ભરવા માટે રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર થયો હતો. એમાં BJPમાંથી ત્રણ ઉમેદવારોએ અને કૉન્ગ્રેસમાંથી એક અપક્ષ સહિત ત્રણ ઉમેદવારોએ ફૉર્મ ભર્યાં હતાં. એને પગલે ચૂંટણી રસપ્રદ બની હતી. જોકે ગઈ કાલે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખે BJPના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ અને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કૉન્ગ્રેસના પી. કે. વાલેરાએ તેમનું ઉમેદવારી ફૉર્મ પાછું ખેંચ્યું હતું. એને કારણે BJPના ઉમેદવારો પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તેમ જ કૉન્ગ્રેસના ઉમેદવારો નારણ રાઠવા અને અમી યાજ્ઞિક બિનહરીફ જાહેર થયાં છે.

ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મીડિયાને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ સાથે ચર્ચા કરી પરામર્શ કરીને કિરીટસિંહ રાણાનું ફૉર્મ પાછું લેવાનો નિર્ણય કર્યો હતો.’

ગુજરાત વિધાનસભામાં કૉન્ગ્રેસના ઉપનેતા શૈલેશ પરમારે મીડિયાને કહ્યું હતું કે ‘મતોના ગણિતના આધારે બન્ને પાર્ટી સંમત થઈ છે અને કૉન્ગ્રેસે અપક્ષ ઉમેદવારનું ફૉર્મ પાછું ખેંચાવ્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK