અમદાવાદમાં ગોબરથી રમવામાં આવી હોળી

બાળકો, યંગસ્ટર્સ, મહિલાઓ અને વડીલોએ એકબીજા પર છાણ છાંટ્યું અને ગૌમૂત્રમાં રગદોળીને નિર્દોષ આનંદ માણ્યો

holi

શૈલેષ નાયક

ગાયના છાણની સ્મેલથી કેટલાક લોકોના નાકનું ટેરવું ચડી જાય છે ત્યારે કદાચ દુનિયામાં પહેલી વાર અમદાવાદમાં ગઈ કાલે કેમિકલયુક્ત જોખમી કલરોથી નહીં પણ ગાયના ગોબરથી અનોખી રીતે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો, યંગસ્ટર્સ, મહિલાઓ અને વડીલોએ કોઈ પણ જાતનો છોછ રાખ્યા વગર ગાયના છાણથી મન મૂકીને પવર્નોબ આનંદ માણતાં એકબીજા પર છાણ છાંટ્યું હતું તો શરીરને છાણ અને ગૌમૂત્રમાં રગદોળીને નિર્દોષ આનંદ માણ્યો હતો.

ગઈ કાલે બંસી ગૌશાળામાં ગોબરથી આ ઉજવણી થઈ હતી. ગાયનું છાણ અને ગૌમૂત્રને એકઠું કરીને એકઠા થયેલા તમામ લોકોએ એકબીજાને છાણથી રંગ્યા હતા તો ગૌમૂત્ર અને છાણનો રગડો બનાવી એકબીજા પર નાખીને આનંદ માણ્યો હતો. છાણ હાથમાં લઈને લોકો એકબીજાને રંગવા માટે પાછળ-પાછળ દોડ્યા હતા તો મિત્રોએ એકઠા થઈને બીજાની ઉપર ગૌમૂત્ર અને ગાયના છાણનો રગડો રેડીને ઉલ્લાસ મનાવ્યો હતો. ખાસ કરીને બાળકોને એકબીજા પર ગૌમૂત્ર અને છાણનો રગડો ટમ્બલરમાં ભરીને નાખવામાં મજા પડી ગઈ હતી.

ગૌપ્રેમી વિજય પરસાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતમાં જ નહીં, વિશ્વમાં પહેલી વાર અહીં ગોબરથી ધુળેટી રમાઈ છે. કલરથી હોળી રમીએ તો સ્વાસ્થ્ય પર અસર પડે છે, જ્યારે છાણથી નુકસાન થતું નથી. હું પોતે ગૌમૂત્રથી નહાઉં છું એટલે મને ખબર છે કે એનાથી ફાયદા શું થાય છે. કેમિકલયુક્ત કલર હોય તો એ કલર શરીર પરથી દૂર કરવા માટે પાણીનો બગાડ વધી જાય છે, જ્યારે અહીં તો છાણથી હોળી રમ્યા હોવાથી પાણીનો બગાડ થતો નથી. અમે તો ૧૦૦ ટકા ઇકો-ફ્રેન્ડ્લી ધુળેટી રમ્યા છીએ. રૂપિયાનો ખર્ચ નહીં અને પાણીનો બગાડ નહીં

અમદાવાદમાં ૨૫,૦૦૦ છાણાંની હોળી થઈ

ગુરુવારે અમદાવાદમાં આવેલી વિશ્વપ્રસિદ્ધ સોલા ભાગવત વિદ્યાપીઠમાં સેવ એન્વાયર્નમેન્ટ કન્સેપ્ટ સાથે લાકડાંથી નહીં, માત્ર ગાયનાં છાણાંથી હોલિકાદહન કરવામાં આવ્યું હતું. એમાં ગાયના છાણનાં ૨૫,૦૦૦ જેટલાં છાણાંના ઉપયોગથી શાસ્ત્રોક્ત વિધિથી હોળી પ્રગટાવવામાં આવી હતી.

ભાગવત વિદ્યાપીઠ ખાતે આ વખતે પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાય એ હેતુ સાથે માત્ર ગાયનાં છાણાંથી જ હોળી પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ છાણાં માત્ર અમદાવાદથી જ નહીં; મથુરા, ગોકુળ સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશમાંથી લાવવામાં આવ્યાં હતા.

ગુરુવારે સાંજે ભાગવત વિદ્યાપીઠના કૅમ્પસમાં ૨૫,૦૦૦ છાણાં એકઠાં કરવામાં આવ્યાં હતાં. ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારોએ મંત્રોચ્ચાર કર્યો હતો અને શાસ્ત્રોક્ત વિધિ સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. આ હોળીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો એકઠા થયા હતા.

ભાગવત વિદ્યાપીઠના ભાગવત ઋષિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આની પાછળ પવિત્રતા અને વૈજ્ઞાનિક રીતે શુદ્ધિનો હેતુ હતો. છાણમાં બહુ ઊર્જા‍ હોય છે. જવ, તલ અને છાણથી હવન કરવામાં આવે તો વાતાવરણમાં રહેલા બૅક્ટેરિયા, જીવજંતુઓ અને અનિક્ટ તkવોથી રક્ષણ મળે છે. બીજી તરફ આપણે વૃક્ષો બચાવવાની વાત કરીએ છીએ ત્યારે માત્ર છાણાંથી હોળી પ્રગટાવીને પર્યાવરણની સુરક્ષાના સંદેશ સાથે નાગરિકો પ્રેરણા મેળવે એવો આશય અમારો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK