મોર અને શાહમૃગને કોઈ ચરાવવા લઈ જાય?

આ નજારો જોવા કચ્છના અંજારના રાધા-કૃષ્ણ મંદિરમાં પહોંચી જાઓ

murg

ઉત્સવ વૈદ્ય

આધુનિક યુગમાં પોતાના પાલતુ ડૉગીને ફરવા લઈ જવાનો શોખ વધતો જાય છે તો ગોવાળિયાઓ ઘેટાં-બકરાં, ગાય-ભેંસ વનવગડામાં ચરાવવા માટે લઈ જાય છે, પણ કચ્છના અંજાર નજીક આવેલા ગોવર્ધન પવર્તક પરના મંદિર પરના જીવદયાપ્રેમીઓ મોરનાં બચ્ચાં અને શાહમૃગને ચરાવવા લઈ જાય છે.

મોરનાં બચ્ચાંને પગથિયાં ચડવાનું શીખવાડવા તેમ જ એને આસપાસની વનરાઈમાં ફેરવીને ચણતાં શીખવાડવાનું પુણ્ય કાર્ય નજીકના સતાપર ગામના ડેકાભાઈ આયર કરી રહ્યા છે. જો આખો દિવસ ઓરડામાં પૂરી રાખવામાં આવે તો એને વાઇરસ લાગવાનો ડર રહે છે એથી દરરોજ હૂંફાળા તડકામાં બહાર કાઢીને સવાર-સાંજ વિશાળ મંદિર પરિસરમાં ડેકાભાઈ અને તેમની સાથેના ત્રણ કાર્યકરો મોરનાં બચ્ચાંઓને તેમ જ શાહમૃગને ફેરવવા લઈ જાય છે. તેઓ કહે છે કે ‘આમ કરવાથી આ મૂંગા જીવોને પ્રાકૃતિક ચણ મળી રહે તેમ જ મોરનાં બચ્ચાં તેમ જ શાહમૃગને એકાદ કિલોમીટર જેટલું ફેરવતાં એનું આરોગ્ય પણ સારું રહે છે.’

મોડી સાંજે આ બચ્ચાંઓને માવજતપૂર્વક ઓરડામાં મૂકી દેવામાં આવે છે જેથી કૂતરાઓ એને ફાડી ન ખાય. આ મંદિરપરિસરમાં ચકલીઘર પણ બનાવવામાં આવ્યું છે. અંજાર-સતાપર નજીક આવેલો આ ગોવર્ધન પવર્તબ જાણે નંદનવનમાં ફેરવી દેવામાં આવ્યો છે. અહીં ટપક સિંચાઈ પદ્ધતિથી ભારે જહેમતથી ડુંગર પર વિવિધ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. સમગ્ર પવર્તં લીલોછમ છે. ગોવર્ધન પવર્તગ અને એના શિખરે બિરાજમાન રાધા-કૃષ્ણનું મંદિર એક મહત્વનું પ્રવાસધામ બની ગયું છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK