ઉતરાણમાં પક્ષીઓ અહીં સલામત રહેશે

પતંગોને કારણે પક્ષીઓ ઘાયલ ન થાય એ માટે સાબરમતી આશ્રમમાં સ્ટુડન્ટ્સે બનાવ્યાં બર્ડહાઉસ

bird house

શૈલેષ નાયક

ઉતરાણના તહેવારનું ગુજરાતમાં ઘણું મહત્વ છે અને પતંગરસિયાઓ મન મૂકીને આ પર્વને માણે છે ત્યારે પતંગની દોરીથી જાણે-અજાણે ઘાયલ થતાં પક્ષીઓ માટે અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના અમદાવાદસ્થિત સાબરમતી આશ્રમમાં અબોલ જીવો માટે ફિરદૌસ અમૃત સેન્ટર સ્કૂલના સ્ટુડન્ટ્સે બુધવારે અનુકરણીય કાર્ય કર્યું હતું.

ઘટાટોપ વૃક્ષોથી સમૃદ્ધ એવા આશ્રમમાં સ્કૂલના ૧૦૦થી વધુ સ્ટુડન્ટ્સે પક્ષીઓને પતંગ અને દોરીથી બચાવવા માટે ૨૦૦ જેટલાં બર્ડહાઉસ અને માળા ઘરેથી બનાવી લાવીને વૃક્ષો પર જાતે બાંધ્યાં હતાં.

ઉતરાણ આવે એના પંદરેક દિવસ પહેલાંથી જ અમદાવાદ સહિત ગુજરાતમાં પતંગો ચગાવવાનો જબરદસ્ત ક્રેઝ છે. જોકે આ દિવસોમાં પતંગના માંજાથી કંઈકેટલાંય પક્ષીઓની પાંખો કપાઈ જવાની, પગમાં તેમ જ શરીર પર ઈજાઓ થવાની અને માંજામાં પક્ષીઓ ફસાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે અમદાવાદમાં આવેલી ફિરદૌસ અમૃત સેન્ટર સ્કૂલે સેવ બર્ડ કૅમ્પેન શરૂ કર્યું છે. આ કૅમ્પેનના ભાગરૂપે ગઈ કાલે સ્કૂલના ૧૦૦થી વધુ સ્ટુડન્ટ્સ અને ટીચર્સ સાબરમતી આશ્રમમાં ગયા હતા. સાબરમતી નદીના કિનારે આવેલા આ આશ્રમને ફરતે તેમ જ આશ્રમની અંદર બહુબધાં વૃક્ષો આવેલાં છે. આ વૃક્ષો પર ચડીને તેમ જ ટેબલની મદદથી સ્ટુડન્ટ્સે બર્ડહાઉસ બાંધવાના શરૂ કયાર઼્ હતાં.

આખા આશ્રમમાં આવેલાં મોટા ભાગનાં વૃક્ષો પર સ્ટુડન્ટ્સે પક્ષીઓને બચાવવા માટે હોંશે-હોંશે બર્ડહાઉસ બાંધ્યાં હતાં અને પોતે પક્ષીઓને બચાવવા માટે કંઈક કામ કર્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

સ્કૂલમાં આઠમા ધોરણમાં સ્ટડી કરતી અમિþતા રાજપાલ અને પ્રિયાંશી ઓઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે ત્યારે એમના માટે અમે નેસ્ટ બનાવીને અહીં બાંધવા આવ્યાં છીએ. ઉતરાણમાં બહુબધાં બર્ડ્સ દોરીથી ઘાયલ થાય છે અને તેમના નેસ્ટ પણ પડી જાય છે એટલે અમે તેમને બચાવવા માટે આ કામ કર્યું છે. અમે ઘરેથી નેસ્ટ બનાવીને લાવ્યાં છીએ. સ્કૂલની સાથે-સાથે અમારા પેરન્ટ્સે પણ અમને આ કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK