તબીબી સેવા માટે દેહ આપ્યો દાનમાં, પણ એને ભુજની મેડિકલ કૉલેજમાં જગ્યા ન મળી

કાકાની અંતિમ ઇચ્છા પૂરી કરવા ભત્રીજાએ મૃતદેહ રાજકોટ પહોંચાડવો પડ્યો

kaka

ઉત્સવ વૈદ્ય

સમગ્ર વિશ્વની સાથોસાથ ભારતમાં પણ દેહદાનનું મહત્વ વધતું જાય છે. તબીબી જગત અને ભવિષ્યના તબીબો માટે ઉપયોગી થઈ પડવા મૃત્યુ બાદ પોતાના દેહનું દાન કરનારાઓની સંખ્યા વધતી જાય છે, પણ કચ્છમાં અતિશય ક્ષોભનીય બાબત એ બહાર આવી કે મૃત્યુ બાદ પોતાના દેહનું દાન દેનારા સાચા અર્થના દાનવીરના દેહ માટે ભુજની ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ સંચાલિત મેડિકલ કૉલેજમાં એ માટે જગ્યા જ નથી.

બન્યું એવું કે શનિવારે જૂની પેઢીના પત્રકાર અને કચ્છના અંતરિયાળ દુર્ગમ વિસ્તારોમાં ૧૯૮૦ના દાયકાથી તબીબી સેવા પૂરી પાડવાના હેતુથી સ્થપાયેલા મધુરમ ટ્રસ્ટના સ્થાપક ભુજના ૮૨ વર્ષના રાજેન્દ્ર કૃષ્ણલાલ વૈદ્યનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. રાજેન્દ્ર ઉર્ફે બૈજુએ મૃત્યુ બાદ પોતાના દેહનું દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી એથી તેમના પરિવારજનોએ ભુજની અદાણી મેડિકલ કૉલેજમાં દેહદાન માટે રૂબરૂ જઈને સંપર્ક કર્યો હતો. એકાદ-બે કલાક આમતેમ દોડાદોડ કર્યા બાદ હૉસ્પિટલના એક કર્મચારીએ જણાવ્યું કે અહીં જગ્યા નથી. તમારે જો દેહદાન કરવું હોય તો એ માત્ર રાજકોટ કે પાટણમાં જ શક્ય બનશે. જો વધુ સમય વ્યર્થ થાય તો મૃતદેહ ડી-કમ્પોઝ્ડ થઈ જાય છે એવું જાણતા હોવા છતાં તેણે ઠંડા કલેજે આવો જવાબ આપી દીધો હતો. જોકે રાજેન્દ્રભાઈના નાના ભાઈ દિલીપ વૈદ્ય અને તેમના તબીબ પુત્ર નેહલે કોઈ પણ સંજોગમાં બૈજુની અંતિમ ઇચ્છા પૂરી કરવાનો નિર્ધાર કર્યો હતો અને મૃતદેહને પોતાના વાહનમાં જાતે જ હંકારીને રાજકોટની મેડિકલ કૉલેજ સુધી પહોંચાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અન્ય દેશોની જેમ ભારતમાં પણ છેક ૧૯૪૮થી ઍનૅટૉમી ઍક્ટ ૧૯૪૮ પસાર કરાયા બાદ દેહદાનની પદ્ધતિ અમલમાં છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન જ્યોતિ બાસુ અને જનસંઘના અગ્રણી નાનાજી દેશમુખ જેવા નેતાઓએ પણ પોતાના દેહનું દાન કર્યું હતું ત્યારે કચ્છમાં વિકાસની શેખી વચ્ચે સ્થાનિક ધારાસભ્ય કે સંસદસભ્ય દેહદાન કરનારા પુણ્યશાળી આત્માના મૃતદેહને ભુજની તબીબી હૉસ્પિટલ ન સ્વીકારે તો એને સમયસર અન્યત્ર મોકલવાની વ્યવસ્થા ન કરાવી શકે?

સાધનસંપન્ન પરિવારે તો દેહદાનમાં અપાયેલા પોતાના વહાલસોયા સ્વજનના મૃતદેહને પોતાના ખર્ચે નિર્ધારિત જગ્યાએ નિર્ધારિત સમયે પહોંચાડી દીધો, પરંતુ અન્ય પરિવારજનોનું શું? આવી પરિસ્થિતિમાં તો લોકો દેહદાન કરવાની ભાવનાથી જ દૂર થઈ જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK