ગુજરાતમાં પ્રજ્ઞાચક્ષુ યુવતી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરશે

દિવ્યાંગ કલગી રાવલને સુગમ્ય ભારત અભિયાનની ગુજરાતની સોશ્યલ ઍમ્બૅસૅડર બનાવવામાં આવી

kalgi

શૈલેષ નાયક

દેશની દિવ્યાંગ વ્યક્તિઓને નૉર્મલ લાઇફ આપવાના ઉદ્દેશ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન એવા સુગમ્ય ભારત અભિયાનને ગુજરાતની ૨૧ વર્ષની દિવ્યાંગ કલગી રાવલે સાકાર કરવા કમર કસી છે. અમદાવાદની કલગી રાવલને ગુજરાત સરકાર દ્વારા સુગમ્ય ભારત અભિયાનની ગુજરાતમાં સોશ્યલ ઍમ્બૅસૅડર બનાવવામાં આવી છે.

કલગી રાવલે તેની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવું છે. બેઝિક નીડ પૂરી કરીને દિવ્યાંગોને મદદ કરવી છે. મારા અનુભવથી આ કૅમ્પેનને આગળ વધારીશ. મારી લાઇફમાં મેં અને મારા પેરન્ટ્સે ઘણીબધી તકલીફ અનુભવી છે. મારે અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરવો હતો, પરંતુ દિવ્યાંગ માટે ગુજરાતમાં અંગ્રેજી મીડિયમની કોઈ સ્કૂલ નથી. મને દસમા ધોરણમાં અભ્યાસ કરવા માટે બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મને ભણાવનાર મળતા નહોતા, મને ઓડિયો બુક નહોતી મળતી, કેમ કે ગુજરાતમાં અંગ્રેજીમાં ઓડિયો બુક નહોતી. આ બધી મુશ્કેલીમાંથી હું અને મારા પેરન્ટ્સ બહાર આવ્યાં છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK