મને તો ખ્યાલ જ નહીં કે પોસ્ટકાર્ડ જેવું કંઈ હોય

અમદાવાદની ગુજરાત સાયન્સ સિટીમાં શરૂ થયેલી નૅશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉન્ગ્રેસમાં પોસ્ટ-ડિપાર્ટમેન્ટે બાળકોને ટપાલ લખવા પ્રોત્સાહિત કરવા રાખેલા સ્ટૉલ પર સ્ટુડન્ટ્સની ભીડ: મોટા ભાગના વિદ્યાર્થીઓ પોસ્ટકાર્ડ જોઈને આશ્ચર્યચકિત થયા

જદેૂમોી્

શૈલેષ નાયક

સોશ્યલ મીડિયાના યુગમાં ભુલાઈ ગયેલા પોસ્ટકાર્ડ દ્વારા પોતાનાં ફૅમિલી અને ફ્રેન્ડ્સને ટપાલ લખવા માટે અમદાવાદની સાયન્સ સિટીમાં ગુજરાતભરમાંથી આવેલા સ્ટુડન્ટ્સની ભીડ જામી હતી. માત્ર સ્ટુડન્ટ્સ જ નહીં, તેમની સાથોસાથ વડીલો અને કપલ પણ તેમના સ્વજનોને પોસ્ટકાર્ડ લખવા માટે ઊભાં રહી ગયાં હતાં.

અમદાવાદમાં આવેલી સાયન્સ સિટીમાં શરૂ થયેલી ૨૫મી નૅશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉન્ગ્રેસમાં સમગ્ર દેશમાંથી બાળવૈજ્ઞાનિકો આવ્યા છે. સાયન્સ સિટીમાં એક્ઝિબિશન-હૉલમાં સાયન્સને લગતાં જુદાં-જુદાં મૉડલ્સ અલગ-અલગ સ્ટૉલ્સ પર રજૂ કરવામાં આવ્યાં છે. અમદાવાદ પોસ્ટ-ડિપાર્ટમેન્ટે પણ અહીં એક સ્ટૉલ રાખ્યો છે અને પોસ્ટ-વિભાગે સરાહનીય કામ કરતાં અહીં મુલાકાતે આવતા સ્ટુડન્ટ્સને એ ફ્રીમાં એક પોસ્ટકાર્ડ આપીને પત્ર લખવાની કળા શીખવાડી રહ્યો છે.

અમદાવાદ, રાજકોટ, સાબરકાંઠાના આદિવાસી વિસ્તાર, પંચમહાલ અને ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી સ્કૂલના સ્ટુડન્ટ્સ અહીં ભાગ લેવા આવી રહ્યા છે ત્યારે પોસ્ટકાર્ડ જોઈને તેઓ આર્ય અનુભવે છે. અમદાવાદમાં ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતી નુરસબા અન્સારીએ પોતાના ભાઈને ઉદ્દેશીની પોસ્ટકાર્ડ લખ્યું હતું અને તેને ટપાલપેટીમાં નાખીને તેની ફ્રેન્ડ્સ સાથે ખુશી વ્યક્ત કરી હતી. તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં તો પહેલી વાર આ રીતે પોસ્ટકાર્ડ લખ્યું. મને તો ખ્યાલ જ નથી કે પોસ્ટકાર્ડ હોય.’

પોસ્ટ-વિભાગના ઑફિસરોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજના સમયે લોકો પત્ર લખવાનું ભૂલી રહ્યા છે. અમે નવતર પ્રયોગ કરીને અહીં સ્ટુડન્ટ્સને તેમ જ અહીં આવતા નાગરિકોને ફ્રીમાં પોસ્ટકાર્ડ આપી તેમની પાસે પત્ર લખાવીએ છીએ અને અહીં મૂકેલી ટપાલપેટીમાં એને પોસ્ટ કરાવીએ છીએ. જ્યારે કમ્યુનિકેશન લાગણીવિહીન થઈ ગયું છે ત્યારે પત્ર લખવાનું લાગણીસભર હોય છે. પત્ર લખવાથી સ્ટુડન્ટ્સની રાઇટિંગ-સ્કિલ વધે છે. અત્યાર સુધીમાં ૭૫૦થી વધુ સ્ટુડન્ટ્સે પોસ્ટકાર્ડ લખીને પોસ્ટ કર્યાં છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK