વિજય રૂપાણીનું પ્રધાનમંડળ કેમ ટૂંકું હોઈ શકે?

અત્યારે કમુરતાં ચાલે છે ત્યારે ગુજરાત BJP નથી ઇચ્છતી કે આખું પ્રધાનમંડળ શપથ લે અને અપશુકન વચ્ચે ગુજરાત સરકારની નવી ઇનિંગ્સની શરૂઆત થાય

rupani

રશ્મિન શાહ

૧૫ ડિસેમ્બરથી કમુરતાં શરૂ થઈ ગયાં છે. આવા સમયમાં ગુજરાત વિધાનસભાનું રિઝલ્ટ આવ્યું અને હવે પરિસ્થિતિ એવી છે કે આ જ સમયગાળામાં BJPએ સરકારની રચના પણ કરવાની છે. ગઈ ટર્મમાં પણ એવું જ બન્યું હતું અને નરેન્દ્ર મોદીએ કમુરતાં વચ્ચે પ્રધાનમંડળ સાથે શપથ લીધા હતા. ગુજરાત BJPનું માનવું છે કે આ વખતે કમુરતાં વચ્ચે ન નડે એવો રસ્તો કાઢવો જોઈએ, જેથી છેલ્લે જે પ્રકારે BJPએ અડચણો જોવી પડી એવી અડચણોથી બચી શકાય.

કમુરતાં પૂરાં થાય ત્યાં સુધી શપથવિધિ બાકી રહી શકે એવું બની શકે એમ ન હોવાથી ગુજરાત BJPએ એની કોર કમિટીને રિક્વેસ્ટ કરી છે કે આવતી કાલની શપથવિધિમાં મુખ્ય પ્રધાન અને ડેપ્યુટી મુખ્ય પ્રધાન ઉપરાંત બેથી ત્રણ જ મિનિસ્ટરની શપથવિધિ કરીને સમય સાચવી લે અને પછી ઉતરાણ પૂરી થાય એટલે પ્રધાનમંડળનું વિસ્તરણ કરીને બાકીના પ્રધાનો એ સમયે શપથ લે.

આ બાબતનો નિર્ણય તો સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો જ ફાઇનલ ગણાશે અને મોદીની નજીક રહેલા લોકોનું કહેવું છે કે આવી વાતને મોદી પ્રાધાન્ય નહીં આપે. મહત્વનું એ છે કે નરેન્દ્ર મોદી કમુરતાંમાં અને અપશુકનમાં માનતા નથી. જપાન સાથે કરવામાં આવેલા બુલેટ ટ્રેનના ટાઇ-અપનું ખાતમુરત પણ શ્રાદ્ધપક્ષમાં જ ગુજરાતમાં થયું હતું અને એ તારીખ પણ નરેન્દ્ર મોદીએ જ ફાઇનલ કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK