નનામા લેટરે પકડાવ્યા બહેનની હત્યા કરનારા બે ભાઈઓને

રાજકોટની શૉકિંગ ઘટના : મૅરેજ પછી પાછી આવેલી સિસ્ટરના જાતજાતના અફેરની વાતો આવતી હોવાથી ગુસ્સામાં આવીને તેને વાડીમાં ઝેર પીવડાવીને અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા


poonam1

આવા ભાઈઓ? : પૂનમ તથા તેના ભાઈઓ બીરેન અને રાજવીર


રાજકોટના પૉશ એરિયા સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતા અને સૌરાષ્ટ્રભરમાં જાણીતા ફાઇનૅન્સર બીસુભાઈ વાળાની ૨૮ વર્ષની દીકરી પૂનમને તેના જ સગા ભાઈઓ બીરેન અને રાજવીરે ઝેર પાઈને મર્ડર કરી નાખ્યું અને એ પછી વાડીમાં જ તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા. ૨૫ મેએ બનેલી આ ઘટના પર કોઈ જાતની શંકા નહોતી જન્મી, પણ ગઈ કાલે પોલીસ-ડિપાર્ટમેન્ટને નનામો પત્ર મળતાં પોલીસ-કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ લેટરને જ અરજી બનાવીને ઇન્ક્વાયરી શરૂ કરી અને એમાં સગા ભાઈઓ જ આરોપી પુરવાર થયા.

પૂનમે ફૅમિલીની વિરુદ્ધ જઈને લવ-મૅરેજ કર્યા હતાં જે માત્ર એક જ દિવસ ટક્યાં અને પૂનમ પોતાની ફૅમિલી સાથે રહેવા પાછી આવી ગઈ હતી. પાંચ વર્ષથી પિયરમાં જ રહેતી બહેન વિશે અફવાઓ ઊડતી હોવાથી અને તેના અનેક પ્રકારના અફેરની વાતો આવતી હોવાથી બન્ને ભાઈઓએ કંટાળીને આ પગલું ભર્યું હતું. અનપુમસિંહ ગેહલોતે કહ્યું હતું કે ‘ઘટનાના દિવસે બન્ને ભાઈઓ પરાણે બહેનને જસદણ ગામ પાસે આવેલી તેમની વાડીએ લઈ ગયા હતા, જ્યાં ઝેર પીવડાવીને કોઈ જાતની ફરિયાદ વિના અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હતા. બન્ને ભાઈઓનાં નિવેદનો જુદાં-જુદાં છે એટલે હજી તપાસ ચાલી રહી છે.’

મોતને ભેટનાર નવપરિણિત પૂનમ

પૂનમે કરેલાં મૅરેજને તેના પપ્પા ભૂલ ગણીને ભૂલવા તૈયાર હતા પણ બન્ને ભાઈઓને એ સમયથી જ ગુસ્સો હતો જેને લીધે બન્ને ભાઈઓ શક્ય હોય ત્યાં સુધી પૂનમ સાથે વાત કરવાનું પણ ટાળતા હતા. પૂનમની હત્યા માટે અન્ય ત્રણ જણ સામેલ હોવાનો ઉલ્લેખ લેટરમાં હોવાથી પોલીસ અત્યારે તેમને શોધી રહી છે. પૂનમની હત્યા થઈ છે એનો ઉલ્લેખ જે લેટરમાં છે એ લેટર પૂનમના પપ્પાને વંચાવ્યા પછી પૂનમના પપ્પા જ ફરિયાદી બન્યા અને તેમણે જ બન્ને દીકરાઓને પોલીસ સમક્ષ હાજર કર્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK