સુરતમાં થયાં સૌથી વધુ સુસાઇડ

છેલ્લાં બે વર્ષમાં સુરત જિલ્લામાં ૧૯૯૭ નાગરિકોએ આત્મહત્યા કરી

suicide

ગુજરાતની ડાયમન્ડ નગરી સુરત શહેર અને જિલ્લો જાણે કે સુસાઇડ સિટી બની ગયું હોય એમ છેલ્લાં બે વર્ષમાં સુરત શહેર અને જિલ્લામાં ૧૯૯૭ નાગરિકોએ આત્મહત્યા કરી લીધી છે. ગુજરાતમાં બે વર્ષમાં કુલ ૧૨,૭૫૮ લોકોએ આત્મહત્યા કરી હતી, જ્યારે ૨૨૧૧ નાગરિકોનાં ખૂન થયાં છે.

કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ ગઈ કાલે પૂછેલા લેખિત પ્રશ્નોના જવાબમાં ગુજરાત સરકારે  વિગતો જાહેર કરી હતી કે છેલ્લાં બે વર્ષમાં ૧૨,૭૫૮ નાગરિકોએ આત્મહત્યા કરી હતી. ૨૨૧૧ નાગરિકોનાં ખૂન થયાં છે, જ્યારે ૨૨૧૫ નાગરિકોનાં ખૂનની કોશિશ થઈ છે. ગુજરાતમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ૧૯૯૭ નાગરિકોએ, અમદાવાદમાં ૧૭૯૧, રાજકોટમાં ૧૬૦૧, જામનગરમાં ૮૬૦, જૂનાગઢમાં ૭૭૩ અને ગાંધીનગર જિલ્લામાં ૫૧૩ નાગરિકોએ આત્મહત્યા કરી લીધી હતી.

છેલ્લાં બે વર્ષમાં સુરત જિલ્લામાં ૨૬૭ નાગરિકોનાં ખૂન થયાં છે. આ ઉપરાંત અમદાવાદમાં ૨૪૧, રાજકોટમાં ૧૬૨, કચ્છમાં ૧૦૯, ભાવનગરમાં ૯૩, ભરૂચમાં ૯૦, બનાસકાંઠામાં ૭૮, દાહોદમાં ૭૭, સુરેન્દ્રનગરમાં ૭૬, વડોદરામાં ૭૧, ખેડામાં ૭૦ નાગરિકોનાં ખૂન થયાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK