પ્રાણીઓની જહાજથી થતી નિકાસ પર બેમુદત પ્રતિબંધ

અહિંસા અને જીવદયાપ્રેમીઓનો ભવ્ય વિજય : બકરી ઈદના પ્રસંગે કચ્છના બંદરથી એક્સર્પોટ થઈ રહેલાં ૧૦,૦૦૦ ઘેટાં-બકરાંઓને બચાવ્યાં : આ જ નિયમો અને કાયદાના આધારે ફ્લાઇટમાં જતાં પ્રાણીઓને રોકવા પણ શરૂ કરી સહીઝુંબેશ : અત્યાર સુધી એકઠી થઈ છે ૧૫ લાખ સિગ્નેચર

 sheep


પ્રીતિ ખુમાણ ઠાકુર

બાવીસ ઑગસ્ટે આવી રહેલી બકરી ઈદને કારણે ભારતમાંથી જીવતાં પ્રાણીઓની ડિમાન્ડમાં જોરદાર વધારો થયો છે અને એને પૂરી પાડવા માટે છ લાખ જેટલાં જીવતાં ઘેટાં-બકરાંની ફ્લાઇટ દ્વારા નાગપુર એરપોર્ટથી ગલ્ફ કન્ટ્રીઝમાં નિકાસ કરવાની હતી; પરંતુ વાત બહાર પડતાં અહિંસાપ્રેમીઓ, જીવદયાપ્રેમીઓ, જૈન સમાજે આગળ આવીને સખત વિરોધ નોંધાવીને આ નિકાસને રદ કરાવી હતી. જોકે ત્યાર બાદ નાશિક અને દેશના અન્ય ભાગમાંથી ફ્લાઇટ દ્વારા નિકાસ થઈ રહી હોવાથી જીવતાં ઘેટાં-બકરાંઓની નિકાસ પર પૂરી રીતે પ્રતિબંધ આવે એ માગણી સાથે મુંબઈ સહિત આખા ભારત અને વિદેશોમાંથી પણ અહિંસાપ્રેમીઓ આગળ આવીને સતત પ્રયત્નો કરી રહ્યા છે. એ અનુસાર વિવિધ ઠેકાણે, દેરાસરો, ઉપાશ્રય, મંદિરો વગેરે જગ્યાએ લોકોની સિગ્નેચર લેવામાં આવી રહી છે. એ પ્રમાણે ગ્રીન ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા લગભગ ૧૫ લાખની આસપાસ લોકોની સિગ્નેચર લેવાઈ છે અને એના પર સતત કામ કરવામાં આવી રહ્યું છે.

એ દરમ્યાન કચ્છના તુણા બંદરથી તાજેતરમાં જ ૧૦,૦૦૦ જીવતાં ઘેટાં-બકરાંઓના નિકાસની વાત સામે આવતાં અહિંસાપ્રેમીઓ આ નિકાસને રદ કરાવવા અનેક પ્રયત્નો કરી રહ્યા હતા. અહિંસાપ્રેમીઓ દ્વારા કરાયેલી માગણી અને શિપિંગ દ્વારા નિકાસ કરતી વખતે કાયદાઓનો ભંગ કરવામાં આવતો હોવાનું સિદ્ધ થતાં ૧૦,૦૦૦ ઘેટાં-બકરાંની નિકાસને હાલમાં રદ કરવામાં આવી છે તેમ જ ભારતભરમાં અચોક્કસ મુદત માટે બંદરો દ્વારા થતી નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમ વહાણ દ્વારા નિકાસ પર પ્રતિબંધ લવાયો છે એમ ફ્લાઇટ દ્વારા નિકાસ પર પણ અચોક્કસ મુદતનો પ્રતિબંધ મુકાય એવા પ્રયાસો અહિંસાપ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ વિશે માહિતી આપતાં અખિલ ભારતીય કૃષિ ગૌસેવા સંઘના અધ્યક્ષ કેસરીચંદ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લાં ૯૦ વર્ષથી કરોડો પશુઓને વહાણ દ્વારા ગલ્ફ કન્ટ્રીઝમાં કતલ માટે મોકવામાં આવતાં હતાં. જોકે ઘેટાં-બકરાં જેવાં જીવતાં પશુઓની નિકાસમાં અનેક કાયદાઓ હોય છે જેનો ભંગ થઈ રહ્યો હતો. હાલમાં જ કચ્છમાં આવેલા તુણા બંદરથી ૧૦,૦૦૦ ઘેટાં-બકરાંઓને નિકાસ માટે વહાણે ચડાવવામાં આવ્યાં હતાં, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ થતો જણાતાં ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે તેમ જ આ વિશે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મુંબઈની વડી અદાલતમાં એક રિટ પિટિશન પણ દાખલ કરવામાં આવી છે અને સર્વોચ્ચ અદાલતમાં પણ આ ગેરકાયદે નિકાસને પડકારવાની તૈયારીઓ ચાલી રહી છે. ભારતના બંધારણમાં આર્ટિકલની એક કલમ પ્રમાણે રાજ્યનાં પશુઓનું વૈજ્ઞાનિક રિચર્સ કે પછી બ્રીડિંગ કરવા માટે જ નિકાસ કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ તેમની કતલ કરવા નિકાસ કરવાની છૂટ આપવામાં આવી નથી. બંધારણની બીજી એક કલમ પ્રમાણે પણ પશુઓ પ્રત્યે કરુણા રાખવી એ મૂળભૂત ફરજમાં મૂકવામાં આવી છે તો પછી કતલ માટે આ પશુઓની નિકાસ માટે કયા કાયદાઓની હેઠળ લાઇસન્સ આપવામાં આવે છે? આખા વિશ્વમાં સૌથી ઓછું માંસ આરોગતું ભારત સૌથી વધારે નિકાસ કરે છે. બ્રાઝિલને પણ પાછળ મૂકીને વિશ્વમાં સૌથી વધારે નિકાસ કરતા દેશોમાં આ વર્ષથી ભારત પહેલા ક્રમાંકે છે. કાયદા પ્રમાણે પશુને ૦.૩ સ્કવેર મીટરના પાંજરામાં રાખવું પડે અને ટ્રાન્સપોર્ટરે એના માટે લાઇસન્સ લેવું પડે છે. પશુઓને નિકાસ કરવા માટે ફિટ ફૉર ટ્રાન્સપોર્ટેશનનું સર્ટિફિકેટ વેટરિનરી ડૉક્ટર દ્વારા ચાર પાનાંનું ફૉર્મ ભરીને લેવું પડતું હોય છે. એકસાથે ૧૦,૦૦૦ પશુઓને વેટરનરી ડૉક્ટરો દ્વારા કેવી રીતે સર્ટિફિકેટ અપાય છે? કાયદા પ્રમાણે એક ડૉક્ટર એક દિવસમાં વધુમાં વધુ ૯૬ પશુઓથી વધારે ચેક કરી શકતા ન હોવાને કારણે ૧૦,૦૦૦ પશુઓનાં સર્ટિફિકેટ માટે ૧૦૦થી વધારે ડૉક્ટરોની જરૂર પડે છે જે તુણા બંદરે અશક્ય હોવાથી બોગસ સર્ટિફિકેટ અપાયાં હોવાની પૂરી શક્યતા પણ હતી. એ ઉપરાંત પશુઓની હેરફેર વખતે ખાવા, પીવા, દવાઓ અને અટેન્ડન્ટ ડૉક્ટરોની હાજરી જરૂરી છે; પરંતુ એ કોઈ કાયદાઓનું પાલન આ રીતે થતી નિકાસમાં શક્ય હોતું નથી. પશુઓને પણ માણસની જેમ જ શાંતિથી જીવવાનો; ભૂખ, તરસ, રોગ અને ઈજા વગર રહેવાનો અધિકાર છે. એ અનુસાર ઉત્તરાખંડ હાઈકોર્ટ પણ આ બધી વાતને ધ્યાનમાં લઈને પશુ એક લીગલ એન્ટિટી છે અને પોતાના નામે કોર્ટમાં કેસ કરી શકે છે. એથી પશુઓને આવી અકુદરતી રીતે જીવતેજીવ શેકાઈને મૃત્યુ પમાડવાનો કોઈને અધિકાર નથી. આવાબધા પત્રો લખીને અહિંસાપ્રેમીઓએ સરકારને વિનંતી કરી છે કે એરપોર્ટ કે વહાણ દ્વારા જીવતાં પશુઓની નિકાસ પર કાયમ માટે બંધી લાવે.

ભારતભરનાં બંદરોથી નિકાસ થતાં ઘેટાં-બકરાંઓનો જીવ બચાવી શક્યા એમ જણાવતાં અખિલ ભારતીય કૃષિ ગૌસેવા સંઘના સભ્ય અને વર્ધમાન પરિવારના ટ્રસ્ટી અતુલ શાહે જણાવ્યું હતું કે ગુજરાત સરકારને અહિંસાપ્રેમીઓએ પત્ર લખીને ગાંધીધામથી ૩૦ કિલોમીટર દૂર આવેલા કચ્છના તુણા બંદરથી ૧૦,૦૦૦ ઘેટાં-બકરાંઓની વહાણ દ્વારા નિકાસ થવાની હતી જે અનેક પ્રયાસો દ્વારા રોકી લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે તુણા બંદરથી ૧૯૭૧થી જીવતાં ઘેટાં-બકરાંઓની નિકાસ કરવામાં આવે છે એવું કહેવાય છે. નિકાસ વખતે અનેક કાયદાઓનો ભંગ થાય છે એવા પત્ર લખતાં ગુજરાત સરકારે એ વિશે તપાસ કરવા ત્રણ જણની કમિટી બનાવી હતી. આ કમિટીમાં અંજારના સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેટ ઑફ પોલીસ અને ભુજના સરકારી પશુચિકિત્સક ડૉક્ટર હતા. તેમણે ગુજરાત સરકારને આ વિશે તપાસ કરીને રિપોર્ટ આપ્યો અને કાયદાઓનો ભંગ થતો હોવાનું કહેવાયું છે. એ અનુસાર ગુજરાત સરકારે આ અહેવાલ સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં રજૂ કર્યો હતો. એના પર ધ્યાન આપીને અને અહિંસાપ્રેમીઓની વિનંતીને ધ્યાનમાં રાખીને શિપિંગ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ શિપિંગના માધ્યમથી થતી ઘેટાં-બકરાંઓની નિકાસ પર અચોક્કસ મુદત માટે પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય આવતાં અમે લોકો ખૂબ ખુશ થઈ ગયા છીએ. આખા ભારતભરનાં વિવિધ બંદરોથી નિકાસ થતાં મૂંગાં પશુઓનો જીવ બચી જશે.

 

સરકારે ફ્લાઇટથી થતી નિકાસ પર પણ વિચારવાની જરૂર છે એમ કહેતાં અતુલભાઈએ જણાવ્યું હતું કે નાગપુરથી ૩૦ જૂને જીવતાં ઘેટાં-બકરાંઓની નિકાસ થવાની હતી, પરંતુ અહિંસાપ્રેમીઓનો સખત વિરોધ બાદ નાગપુરથી ફ્લાઇટ દ્વારા થનારી આ નિકાસ રદ કરવામાં આવી હતી, પરંતુ નાશિક અને અન્ય એરપોર્ટ પરથી આ નિકાસ ચાલુ છે એટલે શિપિંગના માધ્યમ બાદ હવે ફ્લાઇટના માધ્યમથી ઘેટાં-બકરાંની થતી નિકાસ પર રોક લાવવા અમારા પ્રયત્નો ચાલી રહ્યા છે. જોકે જેમ વહાણ દ્વારા મોકલાવતી વખતે કાયદાઓનો ભંગ થાય છે એમ ફ્લાઇટથી મોકલતી વખતે પણ કાયદાઓનો ભંગ થાય છે એથી સરકારે હવે ફ્લાઇટથી થતી નિકાસ પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. હાલમાં ભારતભર અને વિદેશથી અહિંસાપ્રેમીઓની સિગ્નેચર ભેગી કરવામાં આવી રહી છે જે ભારતના વડા પ્રધાનને આપવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK