ભુજની ૧૦ ગર્લ-સ્ટુડન્ટ્સે માર્યા હાથ-પગ પર બ્લેડથી કાપા

બ્લુ વ્હેલ ગેમની અસર હેઠળ આવું કર્યું હોવાની આશંકા

cut

ભુજની માતૃછાયા કન્યા શાળામાં દસમા ધોરણમાં ભણતી ૧૦ જેટલી સ્ટુડન્ટ્સે તેમના હાથ-પગમાં બ્લેડથી કાપા માર્યા હોવાનો બનાવ બહાર આવતાં શહેરમાં ચકચાર ફેલાઈ જવા પામી છે.

ભારતમાં પ્રતિબંધિત બ્લુ વ્હેલ ગેમની અસર તળે સ્ટુડન્ટ્સે કાપા માર્યા હોવાની દૃઢ શક્યતાઓ હોવાનું પોલીસનું કહેવું છે. બનાવને ગંભીરતાથી લઈ સ્કૂલના મૅનેજમેન્ટે તમામ સ્ટુડન્ટ્સના વાલીઓને બોલાવીને ઘટનાની જાણ કરી છે.

મંગળવારે ક્લાસરૂમમા એક સ્ટુડન્ટે હાથમાં બ્લેડથી કાપો કર્યો હતો. ક્લાસટીચરે તપાસ કરતાં આ જ ક્લાસમાંથી બીજી પાંચેક સ્ટુડન્ટ્સના હાથમાં કાપા મારેલા જણાઈ આવ્યા હતા તો બેન્ચ પરથી બ્લેડ મળી આવી હતી. ઘટનાને ગંભીરતાથી લઈ સ્કૂલ-મૅનેજમેન્ટે તપાસ કરતાં હાથ-પગે બ્લેડથી કાપા મારનારી ૧૦ સ્ટુડન્ટ્સ મળી આવી હતી.

માતૃછાયા કન્યા શાળાનાં આચાર્ય નીલા વર્માએ જણાવ્યું હતું કે ‘સ્ટુડન્ટ્સની પ્રાથમિક પૂછપરછ કરવાનો પ્રયાસ કરતાં તેઓ રડવા માંડી હતી એટલે કંઈ વધુ પૂછી શકાયું નહોતું. બ્લુ વ્હેલ ગેમથી પ્રેરાઈને સ્ટુડન્ટ્સે હાથમાં કાપા પાડ્યા હોઈ શકે છે એવી શક્યતાને સમર્થન આપી તેમણે સ્પક્ટતા કરી હતી કે સ્કૂલમાં મોબાઇલ ફોન લાવવા પર પ્રતિબંધ છે. સ્કૂલે ધ્યાન દોરતાં વાલીઓ પણ સજાગ થઈ ગયા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK