પુણેમાં ગાંધી અને ગોડસે એમ બે વિચાર, પણ પુણેવાસીઓએ ગાંધીને સ્વીકાર્યા છે : રાહુલ

પુણેમાં શ્રી શિવાજી પ્રિપરેટરી મિલિટરી સ્કૂલના ગ્રાઉન્ડમાં ગઈ કાલે એક જાહેર સભાને સંબોધતાં કૉન્ગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસની વિચારધારા મહાત્મા ગાંધીના તત્વજ્ઞાન પર સમાજને જોડનારી હતી, પણ એ વિચારધારાને ખતમ કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો એથી નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી હતી.


એમ છતાં ગાંધીજીના વિચાર ખતમ થયા નહીં અને એને જનસમર્થન મળ્યું. પુણેએ ગાંધીની વિચારધારાને સ્વીકારી છે એથી સમાજ તોડનારા જાતિવાદી વિચારોને પુણેમાં આવવા દેશો નહીં.’

૨૫ મિનિટ લાંબા ભાષણમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને ગુજરાતના વિકાસ મૉડલ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી એમ કહે છે કે ગુજરાતમાં મેં વિકાસ કર્યો; પણ અમૂલ, ખેડૂતોની મહેનત અને લોકોના પરિશ્રમથી ગુજરાતમાં સારા દિવસો આવ્યા છે. આમ છતાં ૪૦ લાખ લોકો ગરીબીરેખા હેઠળ છે. ૪૦ ટકા લોકોને પીવાનું પાણી મળતું નથી. કુપોષણનું પ્રમાણ પણ વધારે છે. માત્ર કેટલાક ખાસ લોકોનો જ ત્યાં વિકાસ થયો છે.’

પુણેમાં આવતાં પહેલાં રાહુલ ગાંંધી શર્ડિીમાં સાંઈબાબાનાં દર્શન કરવા ગયા હતા.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK