મહારાષ્ટ્રમાં આજે ૪૮માંથી ૧૯ સીટો પર મતદાન

મહારાષ્ટ્રમાં ૧૦ એપ્રિલે ૧૦ બેઠકો પર મતદાન થયા પછી આજે ૧૯ સીટો પર વોટિંગ થવાનું  છે : મરાઠવાડામાં નાંદેડ, હિંગોલી, બીડ, પરભણી, ઉસ્માનાબાદ અને લાતુર. વેસ્ટર્ન મહારાષ્ટ્રમાં પુણે, બારામતી, શિરુર, માવળ, માઢા, સોલાપુર, સાંગલી, સાતારા, કોલ્હાપુર અને હાતકળંગલે. નૉર્થ મહારાષ્ટ્રમાં અહમદનગર અને શિર્ડી. કોંકણમાં રત્નાગિરિ-સિંધુદુર્ગ


મોનિકા બેદી પણ નીકળી વોટ માગવા - ગઈ કાલે મલાડના પિંપરીપાડામાં ઍક્ટ્રેસ મોનિકા બેદીએ બહુજન સમાજ પાર્ટીનાં નૉર્થ-વેસ્ટ મુંબઈનાં ઉમેદવાર પુષ્પા ભોલે માટે પ્રચાર કર્યો હતો. તસવીર : નિમેશ દવે


કોલ્હાપુર

૨૦૦૯ : સદાશિવરાવ મંડલિક (અપક્ષ)

૨૦૧૪ : ડૉ. સંજય મંડલિક (શિવસેના), ધનંજય મહાડિક (NCP), સંપત પવાર (PWP), નારાયણ પોવાર (AAP)

વિશેષતા : ૨૦૦૯માં NCPએ ટિકિટ કાપતાં બે વાર સંસદસભ્ય રહેલા સદાશિવરાવ મંડલિકે અપક્ષ ઊભા રહીને આ સીટ પર જીત મેળવી હતી. આ વખતે કૉન્ગ્રેસ છોડીને શિવસેનામાં પ્રવેશ કરનારા ડૉ. સંજય મંડલિકને ટિકિટ મળી છે અને તેમનો મુકાબલો ધનંજય મહાડિક સામે છે.

કુલ ઉમેદવાર : ૧૫

લાતુર

૨૦૦૯ : જયવંત આવલે (કૉન્ગ્રેસ)

૨૦૧૪ : દત્તાત્રેય બનસોડે (કૉન્ગ્રેસ), ડૉ. સુનીલ ગાયકવાડ (BJP), દીપરત્ન નિલંગેકર (AAP)

વિશેષતા : ૨૦૦૯માં માત્ર ૭૯૭૫ મતથી ચૂંટણી હારી ગયેલા BJPના ડૉ. સુનીલ ગાયકવાડ નરેન્દ્ર મોદીની વેવમાં સફળતા મેળવશે કે નહીં એના પર નજર છે.

કુલ ઉમેદવાર : ૧૮

પરભણી

૨૦૦૯ : ગણેશરાવ દૂધગાવકર (શિવસેના)

૨૦૧૪ : સંજય જાધવ (શિવસેના), વિજય ભાંબળે (NCP), સલમા કુલકર્ણી (AAP)

કુલ ઉમેદવાર : ૧૭

બીડ

૨૦૦૯ : ગોપીનાથ મુંડે (BJP)

૨૦૧૪ : ગોપીનાથ મુંડે (BJP), સુરેશ ધસ (NCP), નંદુ માધવ (AAP)

વિશેષતા : આ સીટ પર ૨૦૦૯માં BJPના ગોપીનાથ મુંડેએ વિજય મેળવ્યો હતો અને તેમને આ વખતે રાજ ઠાકરેએ પણ ટેકો જાહેર કરી દીધો છે.

કુલ ઉમેદવાર : ૩૯

રત્નાગિરિ-સિંધુદુર્ગ

૨૦૦૯ : નીલેશ રાણે (કૉન્ગ્રેસ)

૨૦૧૪ : નીલેશ રાણે (કૉન્ગ્રેસ), વિનાયક રાઉત (શિવસેના), અભિજિત હેમશેટ્યે (AAP)

વિશેષતા : મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ અને NCPની સત્તા અને ગઠબંધન હોવા છતાં NCPના સ્થાનિક વિધાનસભ્ય દીપક કેસરકરે શિવસેનાને મત આપવા માટે પ્રચાર કરતાં નીલેશ રાણે માટે કપરાં ચઢાણ છે.

કુલ ઉમેદવાર : ૧૦

માવળ

૨૦૦૯ : ગજાનન બાબર (શિવસેના)

૨૦૧૪ : શ્રીરંગ બારણે (શિવસેના), રાહુલ નાર્વેકર (NCP), લક્ષ્મણ જગતાપ (PWP), મારુતિ ભાપકર (AAP)

વિશેષતા : શિવસેનાના અંગ્રેજી બોલી શકતા પ્રવક્તા રાહુલ નાર્વેકર ચૂંટણી જાહેર થઈ એ પછી પક્ષ બદલીને NCPમાં ગયા છે.

કુલ ઉમેદવાર : ૧૯

પુણે

૨૦૦૯ : સુરેશ કલમાડી (કૉન્ગ્રેસ)

૨૦૧૪ : વિશ્વજિત કદમ (કૉન્ગ્રેસ), અનિલ શિરોળે (BJP), દીપક પાયગુડે (MNS), સુભાષ વારે (AAP)

વિશેષતા : કૉમનવેલ્થ ગેમ્સમાં કૌભાંડનો આરોપ હોવાથી કૉન્ગ્રેસે સુરેશ કલમાડીને ટિકિટ આપી નથી.

કુલ ઉમેદવાર : ૨૯

શિર્ડી

૨૦૦૯ : ભાઉસાહેબ વાકચૌરે (શિવસેના)

૨૦૧૪ : ભાઉસાહેબ વાકચૌરે (કૉન્ગ્રેસ), સદાશિવ લોખંડે (શિવસેના), નીતિન ઉદમલે (AAP)

વિશેષતા : ૨૦૦૯માં ૧.૩૨ લાખ મતની સરસાઈથી જીત મેળવનારા ભાઉસાહેબ શિવસેના છોડીને કૉન્ગ્રેસમાં જોડાયા છે.

કુલ ઉમેદવાર : ૧૪

અહમદનગર

૨૦૦૯ : દિલીપ ગાંધી (BJP)

૨૦૧૪ : દિલીપ ગાંધી (BJP), રાજીવ રાજળે (NCP), દીપાલી સૈયદ (AAP)

વિશેષતા : અગાઉ કૉન્ગ્રેસનો ગઢ ગણાતી આ સીટ પર ૧૯૯૯ અને ૨૦૦૯માં દિલીપ ગાંધીએ જીત મેળવી છે.

કુલ ઉમેદવાર : ૧૩

નાંદેડ

૨૦૦૯ : ભાસ્કરરાવ ખટગાવકર (કૉન્ગ્રેસ)

૨૦૧૪ : અશોક ચવાણ (કૉન્ગ્રેસ), ડી. બી. પાટીલ (BJP), ગ્રંથી નરેન્દ્ર સિંહ (AAP)

વિશેષતા : ૧૯૮૭માં પિતા શંકરરાવ ચવાણના રાજીનામા બાદ પેટાચૂંટણીમાં જીત મેળવનારા અશોક ચવાણ મુંબઈના આદર્શ સોસાયટી કૌભાંડમાં સંડોવાયેલા હોવા છતાં તેમને કૉન્ગ્રેસે ટિકિટ આપી છે.

કુલ ઉમેદવાર : ૨૩

હિંગોલી

૨૦૦૯ : સુભાષ વાનખેડે (શિવસેના)

૨૦૧૪ : સુભાષ વાનખેડે (શિવસેના), રાજીવ સાતવ (કૉન્ગ્રેસ), વિઠ્ઠલ કદમ (AAP)

કુલ ઉમેદવાર : ૨૩

શિરુર

૨૦૦૯ : શિવાજીરાવ પાટીલ (શિવસેના)

૨૦૧૪ : શિવાજીરાવ પાટીલ (શિવસેના), દેવદત્ત નિકમ (NCP), અશોક ખાંડેભરાડ (MNS), સોપાનરાવ નિકમ (AAP)

કુલ ઉમેદવાર : ૧૪

બારામતી

૨૦૦૯ : સુપ્રિયા સુળે (NCP)

૨૦૧૪ : સુપ્રિયા સુળે (NCP), સુરેશ ખોપડે (AAP), મહાદેવ જાનકર (રાષ્ટ્રીય સમાજ પક્ષ)

વિશેષતા : NCPના પ્રેસિડન્ટ શરદ પવારનો ગઢ ગણાતી આ સીટ પર તેમની પુત્રી સુપ્રિયા સુળેનો ૨૦૦૯માં ૩.૩૬ લાખ મતથી વિજય થયો હતો.

કુલ ઉમેદવાર : ૯

ઉસ્માનાબાદ

૨૦૦૯ : પદમસિંહ પાટીલ (NCP)

૨૦૧૪ : પદમસિંહ પાટીલ (NCP), રવીન્દ્ર ગાયકવાડ (શિવસેના), વિક્રમ સાળવે (AAP)

વિશેષતા : ફ્ઘ્ભ્નો ગઢ ગણાતી આ સીટ પર ૨૦૦૯માં શિવસેનાના રવીન્દ્ર ગાયકવાડે માત્ર ૬૭૮૭ મતથી પરાજય મેળવ્યો હતો અને આ વખતે જૂના જોગીઓ વચ્ચે જ મુકાબલો છે.

કુલ ઉમેદવાર : ૨૭

સોલાપુર

૨૦૦૯ : સુશીલકુમાર શિંદે (કૉન્ગ્રેસ)

૨૦૧૪ : સુશીલકુમાર શિંદે (કૉન્ગ્રેસ), શરદ બનસોડ (BJP), લલિત બાબર (AAP)

વિશેષતા : હોમ-મિનિસ્ટર સુશીલકુમાર શિંદેનો ગઢ ગણાતી આ સીટ પર જૂના જોગીઓનો જ મુકાબલો છે. ૨૦૦૯માં શરદ બનસોડ ૧,૦૦,૦૦૧ મતથી હાર્યા હતા.

કુલ ઉમેદવાર : ૧૬

માઢા

૨૦૦૯ : શરદ પવાર (NCP)

૨૦૧૪ : વિજયસિંહ મોહિતે-પાટીલ (NCP), સદાભાઉ ખોત (SSS),  પ્રતાપસિંહ મોહિતે-પાટીલ (અપક્ષ), સવિતા શિંદે (AAP)

વિશેષતા : NCPના પ્રેસિડન્ટ શરદ પવાર ૨૦૦૯માં આ સીટ પરથી વિજયી બન્યા હતા અને તેમની જીતનું માર્જિન ૩.૧૪ લાખ મતનું હતું, પણ આ વખતે આ સીટ પર રોચક મુકાબલો છે. વિજયસિંહ મોહિતે-પાટીલ સામે તેમના જ નાના ભાઈ પ્રતાપસિંહ મોહિતે-પાટીલ ઊભા છે. સ્વાભિમાની શેતકરી સંઘટના (SSS) શિવસેના-BJP, RPI-Aની મહાયુતિમાં જોડાઈ છે. મહાયુતિના ઉમેદવાર સદાભાઉ ખોત ઉપરોક્ત બન્ને ઉમેદવારોની બાજી બગાડી શકે એમ છે.

કુલ ઉમેદવાર : ૨૪

સાતારા

૨૦૦૯ : ઉદયનરાજે ભોસલે (NCP)

૨૦૧૪ : ઉદયનરાજે ભોસલે (NCP), અશોક ગાયકવાડ (RPI-A), પુરુષોત્તમ જાધવ (અપક્ષ), રાજેન્દ્ર ચોરગે (AAP)

વિશેષતા : ઉદયનરાજે ભોસલે સામે ૨૦૦૯માં શિવસેનાના પુરુષોત્તમ જાધવ ૨.૯૭ લાખ મતે હાર્યા હતા, એથી આ સીટ મહાયુતિએ RPI-Aને આપી છે એમ છતાં પુરુષોત્તમ જાધવ ફરી અપક્ષ તરીકે મેદાનમાં ઊતર્યા છે.

કુલ ઉમેદવાર : ૧૮

સાંગલી

૨૦૦૯ : પ્રતીક પાટીલ (કૉન્ગ્રેસ)

૨૦૧૪ : પ્રતીક પાટીલ (કૉન્ગ્રેસ), સંજય પાટીલ (BJP), સમીના ખાન (AAP)

વિશેષતા : મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર રહેલા સ્વર્ગસ્થ વસંતદાદા પાટીલનો ગઢ ગણાતી આ સીટ પર તેમના પૌત્રની આ વખતે ઍસિડ ટેસ્ટ છે. ૨૦૦૬ની પેટાચૂંટણી જીત્યા બાદ ૨૦૦૯માં પ્રતીકનું જીતનું માર્જિન ઘટીને અડધું થયું હતું અને આ વખતે કૉન્ગ્રેસના આંતરિક વિખવાદથી તેની મુશ્કેલી વધવાની શક્યતા છે.

કુલ ઉમેદવાર : ૧૭

હાતકળંગલે

૨૦૦૯ : રાજુ શેટ્ટી (SSS)

૨૦૧૪ : રાજુ શેટ્ટી (SSS), કલપ્પા આવાડે (કૉન્ગ્રેસ), રઘુનાથ પાટીલ (AAP)

વિશેષતા : ૨૦૦૯માં આ સીટ પર રાજુ શેટ્ટીએ NCPનાં નિવેદિતા માનેને ૯૫,૦૦૦ મતથી પરાજિત કર્યા હતાં. તેઓ લ્લ્લ્ના પ્રેસિડન્ટ છે અને શુગર-બેલ્ટના ખેડૂતોનું તેઓ સારી રીતે પ્રતિનિધિત્વ કરે છે. તેઓ મહાયુતિના ઉમેદવાર છે. આ સીટ NCPએ કૉન્ગ્રેસને આપી છે.

કુલ ઉમેદવાર : ૧૩

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK