આજે મતદાન : રાહુલ ગાંધી, રાબડી દેવી સહિતનાની કસોટી

લોકસભાની ચૂંટણીમાં આજે આઠમા તબક્કાનું મતદાન, સાત રાજ્યો, ૬૪ બેઠકો, ૧૭૩૭ ઉમેદવારો, ૧૮.૪૭ કરોડ વોટર્સ



લોકસભા ચૂંટણીના આઠમા તબક્કામાં સાત રાજ્યોની જે ૬૪ બેઠકો માટે આજે મતદાન થવાનું છે એ પૈકીની અડધોઅડધ બેઠકો પર કૉન્ગ્રેસ જોરદાર હરીફાઈનો સામનો કરી રહી છે. સમગ્ર સીમાંધ્ર ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગની કેટલીક બેઠકોની સાથે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં મતદાન થવાનું છે.

આજના રાઉન્ડમાં BJPના હાથમાંની માત્ર પાંચ જ બેઠકો દાવ પર લાગેલી છે અને ઉત્તર પ્રદેશ, બિહાર તથા ઉત્તરાખંડમાં BJPનો દેખાવ સુધરશે તો એના માટે બન્ને હાથમાં લાડુ જેવી સ્થિતિ હશે.

કુલ ૧૮.૪૭ કરોડ મતદારો રાહુલ ગાંધી (અમેઠી), વરુણ ગાંધી (સુલતાનપુર), કેન્દ્રીય પ્રધાન બેનીપ્રસાદ વર્મા (ગોંડા), ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા મોહમ્મદ કૈફ (ફૂલપુર), રામવિલાસ પાસવાન (હાજીપુર) અને રાબડીદેવી તથા રાજીવ પ્રતાપ રૂડી (સારન) સહિતના ૧૭૩૭ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

સીમાંધ્રની તમામ ૨૫, બિહારની કુલ ૪૦ પૈકીની ૭, હિમાચલ પ્રદેશની તમામ ૪, જમ્મુ-કાશ્મીરની કુલ ૬ પૈકીની બે, ઉત્તર પ્રદેશની કુલ ૮૦ પૈકીની ૧૫, ઉત્તરાખંડની તમામ પાંચ અને પશ્ચિમ બંગની કુલ ૪૨ પૈકીની ૬ બેઠકો માટે આજે મતદાન થવાનું છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK