ખેડૂતનેતાની દેશી વોટ-અપીલ

પોરબંદરના BJPના લોકસભાના ઉમેદવાર વિઠ્ઠલ રાદડિયા ખમતીધર છે અને આઉડી તથા ગ્પ્ષ્ કારના માલિક છે, પણ છેલ્લા બે દિવસથી વિઠ્ઠલભાઈ પોતાનો ચૂંટણીપ્રચાર બળદગાડામાં બેસીને કરે છે તો ગઈ કાલે તેમણે પોતાની ઘોડી પર પ્રચાર કર્યો હતો.


અશ્વસવારીનાં કરતબ : પોરબંદર બેઠકના BJPના ઉમેદવાર વિઠ્ઠલભાઈએ ગઈ કાલે જેતપુરમાં ઘોડા પર પ્રચાર કર્યો અને ગામની વચ્ચે ઘોડીને બે પગે ઊભી કરીને ઘોડાનાં કરતબ પણ લોકોને દેખાડ્યાં હતાં. તસવીર : ચિરાગ ચોટલિયા

વિઠ્ઠલભાઈએ કહ્યું હતું કે ‘ગાડું મારા માટે જરાય નવું નથી. આજે પણ હું અઠવાડિયામાં એકાદ વાર મારી વાડીએથી ગાડું ચલાવીને જ ઘરે આવું છું તો અઠવાડિયામાં એક-બે વાર ઘોડેસવારી પણ કરું છું. આ મારો શોખ છે તો મારો આ શોખ મને જમીન સાથે જોડી રાખવાનું કામ પણ કરે છે.’

વિઠ્ઠલભાઈ બળદગાડું લઈને જાય ત્યારે જાતે જ ગાડું ચલાવે છે અને બળદને દોરાવવા માટેનો જે અવાજ અને લહેકો કરતા રહેવાનો હોય છે એ પણ પોતે જ કરે છે. ઘોડા માટે પણ એવું જ છે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK