Video : BJPએ અમેઠીની દુર્દશા બતાવતો વિડીયો રિલીઝ કર્યો

કોંગ્રેસ શાસનમાં જ રાહુલ ગાંધીની બેઠક અમેઠીની કેવી દશા છે તેનો આઠ મિનિટનો વિડીયો BJPએ રિલીઝ કર્યો છે.




અમેઠીમાં નરેન્દ્ર મોદીની રેલીના થોડા કલાકો પહેલાં જ આ વિડીયોને રિલીઝ કરવામાં આવ્યો હતો.

Amethi's untold story (અમેઠીની અજાણ વાર્તા) ટાઈટલ હેઠળના આ વિડીયોમાં કોંગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીની બેઠક હોવા છતાં અમેઠીના લોકો ગરીબી, નબળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, બેરોજગારી અને અન્ય તકલીફોનો સામનો કરી રહ્યાં છે તે દર્શાવવામાં આવ્યું છે.


વિડીયોમાંથી લીધેલી એક ક્લિપ


વિડીયોની અંતમાં નરેન્દ્ર મોદી સ્ક્રીન પર એક વિશાળ રેલીને સંબોધી રહ્યાં છે અને બીજેપીના કેમ્પેઇન 'અચ્છે દિન આને વાલે હૈ'સાથે વિડીયો પૂરો થાય છે.



This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK