પરિણામો હજી બાકી પણ રાજકીય બજારમાં મોદીના પ્રધાનમંડળની રચના

‘છાશ છાગોળે, ભેંસ ભાગોળે અને ઘરમાં ધમાધમ’ કહેવતની જેમ હજી તો લોકસભાની ચૂંટણીનાં ઑફિશ્યલી પરિણામો આવ્યાં નથી એ પહેલાં જ રાજકીય બજારમાં નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળની રચના થઈ ગઈ છે અને એમાં આશ્ચર્યજનક રીતે રામવિલાસ પાસવાનને પણ સ્થાન મળ્યું છે, એટલું જ નહી, પરંતુ મોદીનું પ્રધાનમંડળ માત્ર ૨૦ કૅબિનેટ પ્રધાનો સાથેનું હશે એવું પણ નક્કી કરી દેવાયું છે.રાજકીય બજાર પ્રમાણે જો મોદી વડા પ્રધાન બનશે તો ૨૦ કૅબિનેટ પ્રધાનો સાથે પ્રધાનમંડળ બનાવશે. મોદીના પ્રધાનમંડળમાં BJPના અધ્યક્ષ રાજનાથ સિંહ, અરુણ જેટલી, સુષમા સ્વરાજ, રવિશંકર પ્રસાદની સાથે BJP સાથે જોડાણ કરનાર રામ વિલાસ પાસવાનને પણ પ્રધાનમંડળમાં સ્થાન અપાયું છે તો લાલકૃષ્ણ અડવાણીને NDAના ચૅરપર્સન બનાવવાનું નક્કી કરાયું છે. ગૃહ અને નાણાં ખાતું મોદી તેમના વિશ્વાસુને ફાળવશે એવુ પણ અનઑફિશ્યલી રીતે રાજકીય બજારમાં કહેવાઈ રહ્યું છે.

મોદી માટે આજે અમદાવાદમાં ૩૦૦ દીવાની મહાઆરતી

લોકસભાની ચૂંટણીનાં પરિણામોના એક દિવસ પહેલાં નરેન્દ્ર મોદીને ૩૦૦ બેઠકોનું ગુડલક મળે એ માટે ગુજરાત ગૌરવ ફૅન ક્લબ દ્વારા આજે સવારે ૧૧ વાગ્યે અમદાવાદના લૉ ગાર્ડન સામે આવેલા સમર્થેશ્વાર મહાદેવ મંદિર ખાતે ૩૦૦ દીવાની મહાઆરતી ઉતારવામાં આવશે. આ મહાઆરતીમાં મોદીના માસ્ક પણ પહેરવામાં આવશે અને નરેન્દ્ર મોદીના કટ-આઉટ પણ મૂકવામાં આવશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK