વડા પ્રધાનપદ નહીં સ્વીકારું : શરદ પવાર

લોકસભાની ચૂંટણીમાં અમારો રાષ્ટ્રવાદી પક્ષ બહુ ઓછી સંખ્યામાં ચૂંટણી લડી રહ્યો છે એટલે કોઈ પણ પરિસ્થિતિમાં હું વડા પ્રધાનપદનો સ્વીકાર કરીશ નહીં એવું નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે શુક્રવારે કહ્યું હતું.

છેલ્લા અનેક દિવસોથી શરદ પવારને વડા પ્રધાનપદ બાબતે સવાલો કરવામાં આવી રહ્યા છે એ વિશે શરદ પવારે ફેસબુક પર પોસ્ટ નાખીને પોતાની બાજુ ક્લિયર કરી હતી. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ‘મને વડા પ્રધાનપદ માટે સવાલો કરવામાં આવી રહ્યા છે, પણ મારો જવાબ ‘ના’ છે. લોકસભા માટે અમે બહુ ઓછી સીટ પર ચૂંટણી લડ્યા છીએ એને કારણે અમારી પાસે પૂરતું સંખ્યાબળ નથી. આપણે ગુજરાલ અને દેવ ગોવડાનું ઉદાહરણ જોયું જ છે. ઓછા સંસદસભ્યોના બળ પર તેઓ બહુ ઓછા સમય માટે વડા પ્રધાનપદ પર રહ્યા હતા. એમ પણ વડા પ્રધાનનું પદ એ કંઈ ફક્ત શોભાનું પદ નથી, ત્યાં તમારે પર્ફોર્મન્સ આપવો જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તમારી મજબૂત છાપ છોડવી પડે તો જ ત્યાં લોકો તમને ગંભીરતાથી લેશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK