મુખ્ય પ્રધાન અને પ્રિયા દત્તે લીધી SCLRની મુલાકાત

કૉન્ગ્રેસનાં ઉત્તર-મધ્ય મુંબઈનાં ઉમેદવાર પ્રિયા દત્તની તેમના મતવિસ્તાર હેઠળના ચાંદિવલી, મરોલ, વિલે પાર્લે અને બાંદરા વિસ્તારોમાં ગઈ કાલે યોજાયેલી પદયાત્રા દરમ્યાન સ્થાનિક લોકોનો ઊમળકો છલકાયો હતો.

પુષ્પસભર વેલકમ : ગઈ કાલે મરોલ પાઇપલાઇન પાસેના ઇન્દિરાનગરમાં યોજાયેલી રૅલીમાં પ્રિયા દત્તનું મોટા હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તસવીર : પ્રશાંત વાયદાંડે


આબાલવૃદ્ધ સૌકોઈ પ્રિયાને મળવા આવ્યા હતા. યુવા વર્ગે પ્રિયા સાથે હાથ મિલાવ્યા હતા,  જ્યારે વડીલોએ પ્રિયાને આર્શીવાદ આપ્યા હતા.

મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કુર્લા (ઈસ્ટ)ના ઠક્કર બાપાનગરમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું અને પ્રિયા દત્ત સાથે SCLRની મુલાકાત પણ લીધી હતી.

પ્રિયાએ તેના મતવિસ્તારના લોકોનો તથા પક્ષના કાર્યકરોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે મતદારોના પ્રેમ તથા ટેકાને લીધે જ હું આગળ વધી રહી છું. પ્રિયાએ મતદારોને ખાતરી આપી હતી કે તે પણ લોકોના પડખે જ રહેશે.

લોકોએ પ્રિયાના સરળ સ્વભાવની અને તમામ વયજૂથના લોકો સાથે ભળી જવાની આવડતની  પ્રશંસા કરી હતી. તેની આ આવડતે જ પ્રિયાને સર્વપ્રિય અને પસંદગીની એકમાત્ર ઉમેદવાર બનાવી છે.

SCLR = સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK