મોદીની ઓફિશ્યલ ઉર્દૂ વૅબસાઈટનું લૉન્ચિંગ સલીમ ખાને કર્યુ

બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના પિતા અને જાણીતા પટકથા લેખક સલીમ ખાને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઈટ www.Narendramodi.In ની ઉર્દૂ આવૃત્તિનો આરંભ કરાવ્યો છે.
મુંબઈ, 16 એપ્રિલ 2014


પત્રકારો સાથેની વાતચીતમાં સલીમ ખાને કહ્યું કે "મોદીજી સાથે મારે અંગત સંબંધો છે તેથી અમે આ વેબસાઈટને મારા ઘેરથી શરૂ કરાવી છે. વળી, મને ઉર્દૂ ભાષા ગમે છે. મેં જ મોદીજીને સૂચન કર્યું હતું કે તમારી વેબસાઈટ ઉર્દૂ ભાષામાં પણ શરૂ કરાવો.મોદીના નેતૃત્વ હેઠળ મુસ્લિમો સુરક્ષિત છે."

સલીમ ખાને આ વેબસાઈટનો શુભારંભ  બાન્દ્રા સ્થિત પોતાના નિવાસ સ્થાનેથી કરાવ્યો હતો. આ પ્રસંગે ભાજપના મહિલા નેતા શાઈના એન.સી. પણ હાજર રહ્યાં હતાં.

મોદીની www.Narendramodi.In વેબસાઈટ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, કન્નડ, મલયાલમ, તેલુગુ, તામિલ, મરાઠી, પંજાબી, આસામી, ઓડિયા સહિત 11 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે.

સલીમ ખાને કહ્યું કે આ વેબસાઈટ ઉર્દૂ ભાષામાં શરૂ કરાવવા પાછળ ભાજપનો ઉદ્દેશ્ય ચૂંટણીમાં મુસ્લિમોના મતો મેળવવાનો નથી. હું ભવિષ્યમાં પણ આ વેબસાઈટ પર મારું યોગદાન આપતો રહીશ.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK