રાજનાથ પરિણામો પછીની વ્યૂહરચના ઘડવા ય્લ્લ્ના નેતા સુરેશ સોનીને મળ્યા

કેન્દ્રમાં સરકાર રચવાની સંભાવનાના સંદર્ભમાં સંગઠનમાં વ્યાપક ફેરફારની વિચારણા, નીતિન ગડકરી પક્ષપ્રમુખ બને તો નવાઈ નહીં

લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછીની વ્યૂહરચના ઘડવાના ભાગરૂપે યોજાયેલી બેઠકોની શ્રેણીમાં BJPના પ્રમુખ રાજનાથ સિંહ ય્લ્લ્ના નેતા સુરેશ સોનીને ગઈ કાલે નવી દિલ્હીમાં મળ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં સરકાર રચવાની સંભાવનાના સંદર્ભમાં BJP સંગઠનમાં વ્યાપક ફેરફાર કરવા વિચારી રહી છે. પક્ષમાંના આ ફેરફાર ઉપરાંત રાજનાથ અને સોનીએ લોકસભાની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થયા બાદ સર્જાનારી રાજકીય પરિસ્થિતિની અને વધુ પક્ષો સાથે જોડાણ વિશેની ચર્ચા પણ કરી હતી. BJPના એજન્ડાને ટેકો આપતા હોય એવા કોઈ પણ પક્ષની મદદ લેવાની તૈયારી કેસરિયા પાર્ટી પહેલાં જ દેખાડી ચૂકી છે.

રાજનાથના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં પક્ષના સંગઠન મહામંત્રી રામલાલ સહિતના બીજા નેતાઓ પણ ઉપસ્થિત હતા. રાજનાથ બુધવારે નરેન્દ્ર મોદીને ગાંધીનગરમાં મળ્યા હતા.

લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા પક્ષના સિનિયર નેતાઓ માટે મોટી ભૂમિકા નક્કી કરવા ઉપરાંત ગ્થ્ભ્ની ટોચની નેતાગીરી નવા પક્ષપ્રમુખ સહિતના ફેરફારોની વિચારણા પણ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજનાથને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન અપાશે તો તેમના સ્થાને કોઈ અન્ય નેતાની નિમણૂક કરવામાં આવશે અને આ માટે નીતિન ગડકરીનું નામ ચર્ચાઈ રહ્યું છે.

ઇશરત કેસમાં અમિત શાહ સામેની અરજી ર્કોટે ફગાવી

ઇશરત જહાં ફેક એન્કાઉન્ટર કેસમાં નરેન્દ્ર મોદીના ખાસ સાથીદાર અમિત શાહ અને અન્ય ત્રણ વિરુદ્ધ કરાયેલી અરજીને ગુજરાતની CBI અદાલતે ગઈ કાલે ફગાવી દીધી હતી. અમદાવાદના સીમાડે ૨૦૦૪માં બનેલી આ ઘટનામાં મૃત્યુ પામેલા ચાર લોકો પૈકીના એક જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લેના પિતા ગોપીનાથે કરેલી અરજીને ફગાવતાં અદાલતે જણાવ્યું હતું કે ચાર્જશીટમાંનાં નિવેદનોને અમિત શાહ સામેના પુરાવા ગણી શકાય નહીં.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK