રિસામણાના અનુમાન વચ્ચે સુષમા સ્વરાજને મનાવવા રાજનાથ-ગડકરીની દોડધામ

BJPના માંડવે કેન્દ્રમાં સરકાર રચવાનો ધમધમાટ

રિસામણાં-મનામણાં : BJPના પ્રમુખ રાજનાથ સિંહે પક્ષનાં સિનિયર નેતા સુષમા સ્વરાજની તેમના નિવાસસ્થાને ગઈ કાલે મુલાકાત લીધી હતી.


લોકસભાની ચૂંટણીની શુક્રવારે થનારી મતગણતરી પહેલાં સંગઠનમાં ફેરફાર અને કેન્દ્રમાં પક્ષની સરકાર રચવાની સંભાવનાની ચર્ચાનો ધમધમાટ BJPના ટોચના નેતાઓ વચ્ચે ગઈ કાલે દિવસભર ચાલતો રહ્યો હતો.

BJPના પ્રમુખ રાજનાથ સિંહ ગઈ કાલે સવારે પક્ષનાં સિનિયર નેતા સુષમા સ્વરાજને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. એ પછી સુષમા ભોપાલ જવા રવાના થયાં હતાં. BJPના ભૂતપૂર્વ પ્રમુખ નીતિન ગડકરી પણ સુષમાને મળ્યા હતા અને તેમની વચ્ચેની બેઠક અડધો કલાક ચાલી હતી.

સુષમા સ્વરાજે મોડેથી પત્રકારોને જણાવ્યું હતું કે ‘રાજનાથ અને ગડકરી સાથેની મારી મુલાકાત વિશેનાં તમામ અનુમાન ખોટાં છે. અમે પરિણામ પહેલાં એકમેકને એક વખત મળવા માગતાં હતાં. હું ભોપાલ જઈ રહી છું અને દિલ્હીમાં હાજર નહીં હોઉં એવી ખબર પડી એટલે રાજનાથ તથા ગડકરી મને મળવા આવ્યા હતા. એ રૂટીન કર્ટસી મીટિંગ હતી.’

અરુણ જેટલી અને અમિત શાહ વચ્ચે પણ જેટલીના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK