મનમોહન સિંહના ફેરવેલ ડિનરમાં ગેરહાજર રહેવા બદલ રાહુલની ચારેય તરફથી ટીકા

વિદાય લઈ રહેલા વડા પ્રધાન મનમોહન સિંહના માનમાં કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ બુધવારે યોજેલા ડિનરમાં રાહુલ ગાંધીની ગેરહાજરીની ચોતરફથી ટીકા થઈ રહી છે ત્યારે કૉન્ગ્રેસે એમ કહ્યું હતું કે રાહુલ પરવાનગી લઈને વિદેશ ગયા હોવાથી આ રાત્રિભોજનમાં હાજર રહી શક્યા નહોતા.


BJPના નેતા તરુણ વિજયે સવાલ કર્યો હતો કે ‘કૉન્ગ્રેસના વડા પ્રધાનપદના ઉમેદવાર ક્યાં ગયા? સોનિયા ગાંધીએ સીતારામ કેસરીનું અપમાન કર્યું હતું એવી જ રીતે રાહુલે મનમોહન સિંહનું અપમાન કર્યું છે.’

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે ‘રાહુલ શહેઝાદા જેવું વર્તન કરી રહ્યા છે. જે વડા પ્રધાને ભારત પર ૧૦ વર્ષ શાસન કર્યું તેમના માટે તમારી પાસે સમય ન હોય તો તમે તમારા પક્ષને અને દેશને સમય કઈ રીતે આપી શકશો?’

ખ્ખ્ભ્ના નેતા આશુતોષે કહ્યું હતું કે ‘રાહુલની ગેરહાજરી દર્શાવે છે કે તે જવાબદારી લેવાના પાઠ ભણવા તૈયાર નથી.’

જોકે, રાહુલના બચાવમાં ઊતરેલી કૉન્ગ્રેસે જણાવ્યું હતું કે ‘અપમાનનો સવાલ જ નથી. વડા પ્રધાનનો આભાર માનીને તથા તેમની પરવાનગી લઈને જ રાહુલ વિદેશ ગયા છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK