સ્મૃતિ ઈરાની ને પ્રિયંકા ગાંધીનાં PRO જાહેરમાં બાખડી પડ્યા

BJPનાં અમેઠી બેઠકનાં ઉમેદવાર સ્મૃતિ ઈરાની અને પ્રિયંકા ગાંધીનાં પબ્લિક રિલેશન ઑફિસર (PRO) પ્રીતિ સહાય વચ્ચે ગઈ કાલે જગદીશપુર વિસ્તારના એક પોલિંગ-બૂથમાં જીભાજોડી થઈ હતી.


ઈરાનીએ મતદાન-કેન્દ્રમાં સહાયની હાજરી સામે વાંધો લીધો હતો. થોરી ગામમાંના મતદાન-કેન્દ્રમાં સહાયની હાજરી સામે BJPએ ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે પ્રીતિ મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતાં હતાં.

ઈરાનીના PRO અશોક પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે ‘થોરી ગામના બૂથ નંબર ૨૧૦ અને ૨૧૧માં ઈરાની પહોંચ્યાં ત્યારે સહાય ત્યાં હાજર હતાં. એથી સ્મૃતિએ પાસ બાબતે સવાલ કર્યો હતો, પણ સહાય એ પાસ દેખાડી નહોતાં શક્યાં. સહાય બહારની વ્યક્તિ હોવાથી તેમણે બૂથમાં પ્રવેશવું જોઈતું નહોતું.’

જિલ્લા ચૂંટણી અધિકારી જગતરાજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘અમે ફરિયાદ નોંધી છે, પણ બન્ને જણે ભૂલ કરી હોય એવું લાગે છે. સહાયે બૂથમાં પ્રવેશવાની જરૂર નહોતી, જ્યારે ઈરાનીએ સહાય સાથે બૂથમાં ગેરવર્તન કરવાની જરૂર નહોતી.

મતદારોમાં વહેંચવા માટેનાં નાણાં લઈને કેટલાક યુવાનો ગયા હોવાની ફરિયાદ ગુન્નોરના BJPના કાર્યકરોએ નોંધાવી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK