ત્રિશંકુ લોકસભા રચાય તો શું કરવું એ મુદ્દે રાષ્ટ્રપતિની કાયદાવિદો સાથે મસલત

લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે અને ત્રિશંકુ લોકસભા રચાય તો શું કરવું એ મુદ્દે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કાયદાવિદો સાથે ચર્ચા કરી હતી.



રાષ્ટ્રપતિએ ફલી નરીમાન, સોલી સોરાબજી અને સૉલિસિટર જનરલ મોહન પરાસરન પાસેથી ગયા સપ્તાહે આ વિશે અભિપ્રાય માગ્યા હતા. રાષ્ટ્રપતિની આ બેઠકોને આગામી કેન્દ્ર સરકારની રચનાની કવાયત સાથે સાંકળવામાં આવી છે અને એમાં રાષ્ટ્રપતિ મહત્વની ભૂમિકા ભજવશે.

શુક્રવારે ચૂંટણીનાં પરિણામો જાહેર થશે એ પછી મીડિયા રાષ્ટ્રપતિભવન ભણી દોટ મૂકશે. એના સંદર્ભમાં પણ રાષ્ટ્રપતિભવન દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. મીડિયા માટે રાષ્ટ્રપતિભવનના એક ખૂણામાં ટેન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

બીજી તરફ કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ ગઈ કાલે સાંજે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી હતી. નવ તબક્કાની લોકસભા ચૂંટણીનું મતદાન સોમવારે પૂરું થયાના એક દિવસ પછી સોનિયા અને પ્રણવ વચ્ચેની મુલાકાતમાં શી ચર્ચા થઈ એની વિગત બહાર આવી નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK